HomeAstrologyToday’s Horoscope : 27 એપ્રિલ 2023 નું રાશિફળ : પૂરા એક વર્ષ...

Today’s Horoscope : 27 એપ્રિલ 2023 નું રાશિફળ : પૂરા એક વર્ષ બાદ વૃષભ રાશિમાં હશે સૂર્ય, આ રાશિના જાતકો પર પડશે અસર, ધનલાભના બની રહ્યા છે યોગ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Today’s Horoscope

મેષઃ
ગઇ કાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શહેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભઃ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
વાણી વિલાસ સાચવી ન કરવો. બચત ઘસાતી જણાય. ગળા ના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વઘારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્કઃ
ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહઃ
આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદવસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સતા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ
કોઇની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલાઃ
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફતી લાભ. આર્થિક પલ્લુ મજબુત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃષિકઃ
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધનઃ
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકરઃ
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભઃ
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીનઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય, નવું વાંચવાનો-જાણવાનો પ્રસંગ બને. ઘાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

Subscribe

Latest stories

spot_img