Amba’s grace
- અંબાજી મંદિરમાં 15 દિવસમાં મુખ્ય ભંડારાની 1.60 કરોડની આવક અને મોહનથાળ પ્રસાદની આવક 4. 80 લાખ રૂપિયાની આવક થઈ છે.
અંબાજી મંદિર (Ambaji temple) લાખો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન છે. જ્યા ભક્તો દારા છુટ્ટા હાથે દાન દેવામાં આવતા દાનના ભંડાર ભરપૂર થયા છે. મંદિરમાં માત્ર 15 દિવસમાં કરોડો રૂપિયાની આવક થવા પામી હતી. જેને સમિતિના સભ્યો અને સીસીટીવીની (CCTV) દેખરેખ હેઠળ ગણતરી કરવામાં આવી હતી. માની કૃપા અપરંપાર હોય તેમ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું હતું.
મંદિરના મુખ્ય ભંડારાની રૂ.1.60 કરોડની આવક :
વાત કરવામાં આવે તો મંદિરના મુખ્ય ભંડારામાં રૂપિયા 1.60 કરોડની આવક થવા પામી છે. જ્યારે ભટ્ટજીની ગાદીની રૂપિયા 37. 71 લાખની આવક થઈ છે. જ્યારે મંદિરના ભેટ કેન્દ્રની રૂપિયા 45. 85 લાખની આવક નોંધાઇ છે. તે જ રીતે સુવર્ણ શિખર માટે રૂપિયા 14.60લાખનું દાન મળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેજ રીતે મોહનથાળ પ્રસાદ પેટે 4.80 લાખ અને ચિક્કી પ્રસાદની રૂપિયા 53 હજારની આવક થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
5 કિલો 800 ગ્રામ ચાંદીના દાગીના મળ્યા :
વધુમાં VIP સ્વાગત કક્ષની રૂપિયા 3. 20 લાખ, તેમજ 5 કિલો 800 ગ્રામ ચાંદીના દાગીના મળ્યા અને 820 ગ્રામ સોનાના દાગીના અને લગડી મળ્યા છે. આમ દાનવીરો દિલ ખોલીને વરસી પડતા મંદિરમાં ધનના ઢગલા થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો :-