- Onion Price Drop : છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવામાનના સંકટના કારણે ખેડૂતોને ઘણી જગ્યાએ ખૂબ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. જેના કારણે ભારતમાં ડુંગળીના ભાવ 5 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.
દેશમાં ફરી એકવાર ડુંગળીના (Onion) ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીના (Onion) ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) અને કરા પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવામાનના (Weather) સંકટના કારણે ખેડૂતોને ઘણી જગ્યાએ ખૂબ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. જેના કારણે ભારતમાં ડુંગળીના ભાવ 5 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.
દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાંથી 40 ટકા ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. તેવામાં માર્ચમાં થયેલા વરસાદ અને કરા પડવાના કારણે ઘણી જગ્યાએ ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. હવે ખેડૂતોમાં ગુણવત્તાની ચિંતા વધી છે અને તેઓ આ સ્થિતિમાં વાસ્તવિક કિંમત કરતા ઘણી ઓછી કિંમતે ડુંગળી વેંચી રહ્યા છે.
ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે તેમની ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં એપીએમસી પહોંચી રહ્યા છે. જેના કારણે બજારમાં પણ અચાનક ડુંગળીનો સ્ટોક વધી ગયો છે અને ડુંગળીના ભાવમાં કડાકો થયો છે. જો ખેડૂતો ખરાબ ગુણવત્તાની ડુંગળીનો ચારથી છ મહિના સુધી સંગ્રહ કરરશે તો તેમને પ્રતિ કિલો ડુંગળીના ભાવ 15 રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે. આ રીતે ખેડૂતોને બેવડો માર પડી શકે છે.
એક અહેવાલ મુજબ દરરોજ 24,000 ટન ડુંગળી ખેડૂતો દ્વારા નાશિકની મંડીઓમાં લાવવામાં આવી રહી છે. જેમાંથી 70 ટકા પાકને નુકસાન થયેલું છે. નોંધનીય છે કે આ સીઝનની ડુંગળીની લણણી માર્ચથી મે વચ્ચે કરવામાં આવે છે.
હાલમાં બજારમાં આવતી ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 200 થી 300 રૂપિયા છે. જ્યારે સારી ગુણવત્તાની ડુંગળીનો ભાવ 500 થી 600 રૂપિયા છે. જો કે હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાનો પાક અડધા ભાવે વેચવો પડે છે.
આ પણ વાંચો :-