Sunday, Sep 14, 2025

Google Play Store ની એપ્સમાં મળ્યો ‘ગોલ્ડોસોન’ માલવેર, આ રીતે બેવકૂફ બન્યા રહ્યા છે લોકો

2 Min Read
‘Goldoson’ malware
  • Malware : ગુગલ પ્લે સ્ટોરની 60 એપ્સમાં માલવેર જોવા મળ્યું છે. એપ્સને લગભગ 100 મિલિયન ડાઉનલોડસ મળ્યા છે. સમાચારમાં માલવેરની વિગતો જાણો.

ગુગલ પ્લે એપમાં માલવેર (Malware) મળી આવ્યો છે. આ એપ્સની સંખ્યા 60ની નજીક છે અને એપ્સને લગભગ 100 મિલિયન ડાઉનલોડસ મળ્યા છે. ગુગલ પ્લેમાં ‘ગોલ્ડોસન‘ નામનો નવો એન્ડ્રોઈડ માલવેર મળી આવ્યો છે. જેને કુલ 100 મિલિયન ડાઉનલોડસ સાથે 60 એપ્સમાં જોવા મલ્યો છે.

આ આંકડો ખરેખર આશ્ચર્યજનક છે. McAfeeની રિસર્ચ ટીમે આ માલવેરની શોધ કરી છે. આ માલવેર લોકોનો સંવેદનશીલ ડેટા એકત્ર કરવામાં સક્ષમ છે. જેમાં યુઝર્સની ઈન્સ્ટોલ કરેલી એપ્સ, WiFi અને બ્લૂટૂથ કનેક્ટેડ ડિવાઈસ અને જીપીએસ માહિતીનો સમાવેશ થાય છે.

અજાણતા ડેવલપર્સે કર્યું આ કામ :

BleepingComputer ના અહેવાલ અનુસાર માલવેર ઘટકને થર્ડ પાર્ટી લાઈબ્રેરી સાથે લિંક કરવામાં આવ્યું છે જેને ડેવલપર્સે અજાણતાં તમામ 60 એપ્સમાં સામેલ કરી લીધો છે. હવે આ એપ્સ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને લાખો લોકોએ તેને ડાઉનલોડ કરી છે. રિપોર્ટ અનુસાર આ માલવેર યૂઝર્સની પરવાનગી વગર બેકગ્રાઉન્ડમાં જાહેરાતો પર ક્લિક કરીને તેમની સાથે છેતરપિંડી કરી શકે છે.

આ રીતે કામ કરે છે ગોલ્ડસન :

જ્યારે યૂઝર્સ ગોલ્ડોસન માલવેર ધરાવતી એપ ચલાવે છે. ત્યારે લાઇબ્રેરી ડિવાઇસને રજિસ્ટર કરે છે અને એક ભ્રમિત રિમોટ સર્વરમાંથી તેનું કન્ફિગરેશન લઈ લે છે. સેટઅપ જણાવે છે કે ડેટા ચોરી અને જાહેરાત-ક્લિકિંગ ફંક્શન ગોલ્ડોસોનને સંક્રમિત ડિવાઈસ કરવા માંગે છે.

આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટા કલેક્શન મેકેનિઝમ સામાન્ય રીતે દર બે દિવસે એક્ટિવ કરવા માટે સેટ કરે છે. એન્ડ્રોઇડ 11 પછી એન્ડ્રોઈડને વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. પરંતુ રિપોર્ટ અનુસાર ઓએસના નવા વર્ઝન હોવા છતાં ગોલ્ડસન પાસે એપના 10 ટકા સંવેદનશીલ ડેટાને એક્સેસ કરવાનો અધિકાર હતો. નવાઈની વાત એ છે કે યુઝર્સને આ વિશે કંઈ જ ખબર નથી.

આ પણ વાંચો :-

 

Share This Article