Gujarat Weather 2023
- અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી કરાઈ છે.
ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં (Gujarat) ફરી એકવખત માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૂર્ય અને ગુરૂની યુતિ સર્જાતા વાતાવરણમાં (Atmosphere) ફેરફાર થશે. 10મી તારીખે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની શક્યતા છે. જ્યારે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ સુધી ફરી કમોસમી વરસાદ પડશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલની આગાહી કરી છે કે એપ્રિલ અને મે મહિનામાં પણ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતને હજુ પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે નહીં. એપ્રિલ મહિનામાં વાતાવરણ સુકુ થશે અને તારીક 10થી 16 વચ્ચે ફરીથી વરસાદ થવાની સંભાવના છે. અખાત્રીજના દિવસે પણ માવઠુ થવાની સંભાવના છે. 2થી 8 મે વચ્ચે પણ માવઠુ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, એપ્રિલ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે એક ચોંકાનારી આગાહી કરતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અંબાલાલે માવઠાની આગાહી વચ્ચે સર્પદંશ અંગે એક ભયાનક આગાહી કરી છે.
આ પણ વાંચો :-