HomeAstrologyતારીખ 03 એપ્રિલ 2023 આજનું રાશિફળ : કઈ-કઈ રાશિના જાતકોનું આજે કેવું...

તારીખ 03 એપ્રિલ 2023 આજનું રાશિફળ : કઈ-કઈ રાશિના જાતકોનું આજે કેવું રહેશે ભવિષ્ય? જાણો એક ક્લિકમાં આજનું રાશિફળ

Date:

Related stories

UNમાં ઝેલેન્સ્કીનું મોટું નિવેદન : ભારત સહિત 47 દેશોના નાગરિકોને લઈને રશિયા પર ગંભીર આરોપ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત સહિત...

24 સપ્ટેમ્બરે ખુલશે ભાગ્યના નવા દરવાજા? મેષથી મીન સુધી જાણો કોનો દિવસ રહેશે ખાસ

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

Asian Games 2026: ચોથા દિવસે શૂટિંગથી બેડમિન્ટન સુધી ભારતનો જલવો, એક દિવસમાં 5 મેડલ!

ભારત માટે 23 સપ્ટેમ્બરનો દિવસ એશિયન ગેમ્સ 2026માં મેડલની...
spot_img

Date 03 April 2023 Today’s Horoscope: What will be the future of the zodiac signs today?

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ-બહેનોનાં સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારું મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીનાં યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખનાં પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભનાં યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોનાં કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટનાં ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીનાં રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારનાં સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાનાં પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારનાં સ્ત્રી વર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકનાં નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાનાં યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories