HomeNationalલખીને લઈ લો 2024ની ચૂંટણીમાં PM મોદીની ખુરશી ડગમગી જવાની છે.... આ...

લખીને લઈ લો 2024ની ચૂંટણીમાં PM મોદીની ખુરશી ડગમગી જવાની છે…. આ મોટા નેતાએ કર્યો દાવો

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

Write it down PM Modi’s chair 

  • Tej Pratap Statement on PM Modi : મીડિયા સાથે વાત કરતા આ મોટા નેતાએ કહ્યું છે કે, ‘ભાજપનો આખા દેશમાંથી સફાયો થવો નિશ્ચિત છે. આ મારી ભવિષ્યવાણી છે કે નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં જે સિંહાસન પર બેઠા છે તે હલી જશે. મારા શબ્દો યાદ રાખજો..

બિહારના પર્યાવરણ મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના (Lalu Prasad) મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે દેશની રાજનીતિને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું છે કે દિલ્હીમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) જે સિંહાસન પર બેઠા છે તે સિંહાસન હલી જવાનું છે અને આવું થશે.

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહારના કેબિનેટ મંત્રી તેજ પ્રતાપે આગાહી કરી છે કે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં (Defamation cases) દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 2024માં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખુરશી પર બેસી રહ્યાં છે તે હલી જશે.

આરજેડી નેતા અને રાજ્યના પર્યાવરણ મંત્રીએ કહ્યું, ‘ભાજપ જાણે છે કે 2024માં તેમનો કેન્દ્રમાંથી સફાયો થઈ જશે. હું આગાહી કરી રહ્યો છું કે 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી હલી જશે.

દેશમાં ભાજપની તાનાશાહી :

તેજ પ્રતાપે કહ્યું કે ભાજપે દેશમાં સરમુખત્યારશાહીનો વિકલ્પ પસંદ કર્યો છે. જે રીતે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તે તદ્દન ખોટું છે. ભાજપ તમામ વિપક્ષી નેતાઓની પાછળ પડી છે, પરંતુ જનતા તેમને યોગ્ય સમયે જડબાતોડ જવાબ આપશે. લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે ભાજપ અમારા પરિવારના સભ્યોને ટાર્ગેટ કરી રહી છે અને પીછો કરી રહી છે.

તેઓ વિપક્ષી એકતાથી ડરે છે અને તેથી તેઓ વિપક્ષી છાવણીના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદે કહ્યું કે, ભાજપ વિપક્ષી એકતાથી ડરે છે. તે જાણે છે કે 2024માં તેને સત્તા પરથી હટાવવામાં આવશે. એટલા માટે તેઓ રાહુલ ગાંધી જેવા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img