Thursday, Oct 23, 2025

સગા વ્હાલા વચ્ચે સિગારેટ ફૂંકતી જોવા મળી અનન્યા પાંડે ? વાયરલ Photo જોઈ ઉઠ્યા સવાલ

2 Min Read

Ananya Pandey was seen smoking a cigarette among relatives 

  • બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં તેની કઝિન અલાના પાંડેની મહેંદી સેરેમનીમાં સામેલ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીના લૂકે બધાના મન જીતી લીધા.

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) તાજેતરમાં તેની કઝિન અલાના (Cousin Ala) પાંડેની મહેંદી સેરેમનીમાં (Mehendi ceremony) સામેલ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીના લૂકે બધાના મન જીતી લીધા. પિંક કલરના ચણિયા ચોળીમાં અનન્યા કોઈ બાર્બી ડોલ જેવી લાગતી હતી. તેને જોઈને નેટિઝન્સે તેના ખુબ વખાણ કર્યા હતા. જો કે અલાનાના મહેંદી ફંકશનથી અનન્યાનો એક એવો ફોટો સામે આવ્યો કે બધા ચોંકી ગયા.

https://twitter.com/BEINGRADHEYA/status/1635695731192344589?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1635695731192344589%7Ctwgr%5E6e2be353f587e1f461702d6dd271d4846d6ddfb7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fentertainment%2Fananya-pandey-caught-smoking-cousin-alanna-panday-mehendi-photo-gone-viral-people-reaction-255476

ઈન્ટરનેટ પર અનન્યા પાંડેની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં અભિનેત્રી સ્મોકિંગ કરતી જોવા મળે છે. અનન્યા બહેન અલાનાની મહેંદી સેરેમનીમાં સિગરેટ પીતી જોવા મળી છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં અનન્યાની ચારેબાજુ ગેસ્ટ જોવા મળી રહ્યા છે. જ્યારે અભિનેત્રી એક કોર્નરમાં સ્મોકિંગ કરતી જોવા મળે છે. જો કે હજુ સુધી આ તસવીરની પુષ્ટિ થઈ શકી નથી.

ટ્વિટર પર આ ફોટાને શેર કરતા @BEINGRADHEYA નામના એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું કે અનન્યા પાંડે પાસેથી આ પ્રકારે સ્મોકર હોવાની આશા નહતી. કઈ રીતે નેપો કિડ્સ હેલ્થ ફ્રીક હોવાની બડાઈઓ મારે છે.

https://www.instagram.com/reel/Cpw_gQfjIsz/?utm_source=ig_embed&utm_campaign=loading

અત્રે જણાવવાનું કે બહેન અલાનાની મહેંદી સેરેમનીમાં અનન્યાએ બેબી પિંક કલરના ખુબસુરત ફ્લોરલ ચણિયા ચોળી પહેર્યા હતા. અભિનેત્રીએ મિનિમલ જ્વેલરી અને ન્યૂડ મેકઅપ સાથે પોતાના લુકને કમ્પલિટ કર્યો હતો. આ લુક પર તેણે મિડલ પાર્ટેડ હેર સ્ટાઈલ પોની બનાવી હતી. આ બધાના કારણે અનન્યા કોઈ પરીથી જરાય કમ નહતી લાગતી.

અલાના પાંડેની વાત કરીએ તો તેણે પોતાની મહેંદી સેરમનીમાં ગ્રીન કલરના ચણિયા ચોળી પહેર્યા હતા. તેના ચણિયા પર એમ્બ્રોઈડરી વર્ક કરેલું હતું. આ લુકમાં અલાનાએ પણ ફેન્સના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો :-

Share This Article