Thursday, Oct 23, 2025

Latest Gold Rate : ચાંદી તો સસ્તી થઈ પણ તો સોનું… જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

3 Min Read
Latest Gold Rate
  • ભારતીય શરાફા બજારમાં આજે 16 માર્ચના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો. પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે.

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 16 માર્ચના રોજ સોનાના (Gold) ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના (Gold and Silver) ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો.

પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે. જોકે ચાંદીના  ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સોનું 58500 અને ચાંદી 71000ની સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સોનામાં 3000 રૂપિયા સુધીથી વધુનો અને ચાંદીમાં લગભગ 8000 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. હવે એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે.

આજના સોના ચાંદીના ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 999 ટચનું 10 ગ્રામ સોનું 213 રૂપિયાના વધારા સાથે 58115ની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 995 ટચનું સોનું 211 રૂપિયાના વધારા સાથે 57882ની સપાટીએ જોવા મળ્યું.

916 પ્યોરિટીવાળું સોનું 195 રૂપિયાની તેજી સાથે 53233ની સપાટીએ જોવા મળ્યું છે. 750 પ્યોરિટીવાળું સોનું 43586ની સપાટીએ અને 585 ટચનું સોનું 10 ગ્રામે 33997 રૂપિયાના ભાવે જોવા મળ્યું. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક કિલોએ 361 રૂપિયાના ઘટાડા સાથે ભાવ 66500 પર પહોંચ્યા છે.

65,000 પહોંચવાનું અનુમાન :

વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ દિવાળી સુધીમાં સોનું અને ચાંદી જબરદસ્ત ઉચકાઈ શકે છે. એક્સપર્ટે સોનાના ભાવ 65000 રૂપિયા અને ચાંદીના ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તાજેતરમાં 58500 રૂપિયાના હાઈ લેવલ સુધી પહોંચનારું સોનું ફરીથી ચડીને 58000 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યું છે. ચાંદીમાં જો કે હાલ તો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article