Sunday, Sep 14, 2025

કઠણાઈ કહો કે કરૂણતા, વિશ્વ માતૃભાષા દિવસના સરકારી કાર્યક્રમમાં જ જોડણીની અનેક ભૂલો…… Video

2 Min Read

Call it hard or pathetic, there are many spelling mistakes

  • અમદાવાદ બોડકદેવ પંડીત દિનદયાળ ઓડિટોરીયમમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

એ વિચારીને ફુલે ગજ ગજ મારી છાતી.. હું અને મારી ભાષા ગુજરાતીપંક્તિઓ વાંચીને આપણને ગુજરાતી હોવાનું જરૂરથી ગર્વ થાય પણ કઠણાઈ કહો કે કરૂણતા વાસ્તવિકતા કંઈ જુદી જ સામે આવી છે. રાજ્ય સરકારનો માતૃભાષા અંગે જાગૃતિ ફેલાવતો (Spreading awar) કાર્યક્રમ આજે અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવમાં આવેલા પંડિત દિનદયાળ ઓડિટોરિયમાં યોજાયો.

આ કાર્યક્રમ યોજાય તે પહેલા ગુજરાતી ગ્રંથો અને સાહિત્યને હાથીની અંબાડીમાં મુકીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સ્વભાવિક છે આનાથી દરેક ગુજરાતીઓને ગર્વ થાય કે આપણા ગ્રંથો અને સાહિત્યને આટલું સમ્માન મળે, પરંતુ શોભાયાત્રા બાદ પંડિત દિનદયાળ ઓડિટોરિયમાં યોજાયેલા વિશ્વ માતૃભાષા દિવસના કાર્યક્રમમાં જ ગુજરાતી ભાષાનું હળહળતું અપમાન થયું છે.

કાર્યક્રમના બેનરોમાં અનેક ભાષાકીય ભૂલો સામે આવી જેમાં જાણીતા લેખકો અને મહાનુભાવોના નામમાં અઢળક ભૂલો સામે આવી છે. એક રીતે કહીએ તો ગુજરાતી ભાષાનું શિક્ષણમંત્રી અને શિક્ષકોની હાજરીમાં ચીરહરણ થયું.

પંડીત દિનદયાળ ઓડિટોરીયમમાં મંગળવારે માતૃભાષા દિનની સવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, અમદાવાદના અનેક ધારાસભ્યો તથા શિક્ષકોથી આખો હોલ ભરેલો હતો. પરંતુ કાર્યક્રમ જે હેતુથી યોજાયો હતો તેમાં જ ઢગલાબંધ ભૂલો જોવા મળી. ગુજરાતી ભાષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા મહાનુભાવોના નામ સુદ્ધાં સરખા લખાયા નથી.

Untitled

રાષ્ટ્રીય શાયરથી લઈને અનેક સાહિત્યકારોના નામ સુધ્ધાં સરખા લખ્યા નથી. ગુજરાતી ભાષાના આ અપમાનના જવાબદાર કોણ? વાહવાહી મેળવવા ગુજરાતી ભાષાની ચિંતા કરવાનો ડોળ કરવા ભેગા થયેલા લોકોમાંથી આવી ગંભીર ભૂલ પ્રત્યે કોઈએ ધ્યાન નહી દોર્યું હોય.

કાર્યક્રમની જવાબદારી કોની હતી ? શું આ ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે પગલાં લેવાશે ? મહત્વની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા આગેવાનો પણ આ મહાનુભાવોનું નામ જેવું લખેલું હતું તેવું જ બોલ્યા.

આ પણ વાંચો :-

Share This Article