The salary of these 15 former MLAs of Gujarat has stopped
- ૧૫મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. આથી વિધાનસભાએ આ કાર્યવાહી કરી છે. આમ હવે ધારાસભ્યોએ આ ક્વાર્ટસ ખાલી કરી દેવાની સાથે ચૂકવણા પણ કરી દેવા પડશે.
ગુજરાતના કરોડપતિ ધારાસભ્યો (Millionaire MLAs) પ્રજા સામે મસમોટી વાતો કરે છે પણ એમના ઘરના ખિસ્સામાંથી કંઇ પણ કાઢવાનું આવે તો ચૂપ થઈ જાય છે. ગુજરાતમાં ગાંધીનગરમાં (Gandhinagar) એમને ક્વાર્ટસ ફળવાયા છે. એ પદ ગયા બાદ પણ ખાલી ના કરતા અને પ્રજાના પૈસે તાગડધિન્ના (Money tight) કરતા આવા 25 પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારાઈ છે.
વિધાનસભા સચિવાલયની કડક કાર્યવાહી શરૂ ક્વાટર્સ ખાલી નહીં કરનારા ૧૫ પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવાયો છે. કોઈ પણ ચૂંટણી લડવા નો- ડ્યૂ સર્ટિ (No-Due Certificate) અનિવાર્ય છે અને આ ભાડું ચૂકવે તો જ સર્ટિ મળે છે. બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને નવા ધારાસભ્યો માટે રહેવા માટે ક્વાટર્સ ફાળવી શકાતા નથી.
સેક્ટર- ૨૧ સ્થિત ધારાસભ્ય નિવાસ સંકૂલમાં ફાળવેલા ક્વાટર્સ ખાલી નહિ કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભા સચિવાલયે કાર્યવાહી શરૂ કરી છે. ૧૫મી વિધાનસભાની રચના પછી સવા મહિનામાં વારંવાર સૂચના પછી પણ ગત સપ્તાહના રવિવાર સુધીમાં ક્વાટર્સ ખાલી ન કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યોના પગાર અટકાવી દેવાયો છે. હવે તેમની પાસેથી ભાડુ વસુલ્યા બાદ જ વિધાનસભા સચિવાલય નો-ડ્યુ સર્ટિફિકેટ આપશે.
૧૪મી વિધાનસભાનો ભંગ થયા બાદ માંગરોળના બાબુ વાજા, કાલોલના સુમન ચૌહાણ, રાપરના સંતોક અરેથિયા, માણસાના સુરેશ પટેલ, ભરૂચના દુષ્યંત પટેલ, ખંભાળિયાના વિક્રમ માડમ, અમરાઈવાડીના જગદિશ પટેલ, દરિયાપુરના ગ્યાસુદ્દિન શેખ, મહુવાના રાધવજી મકવાણા, કપડવંજના કાળુભાઈ ડાભી, આણંદના કાંતિ સોઢા પરમાર સહિતના પૂર્વ ધારાસભ્યોએ મકાન ખાલી કર્યા નહોતા. ૧૫ પૈકી ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ અને વિસાવદરના હર્ષદ રિબડીયાએ તો ચૂંટણી પૂર્વે જ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ.
જ્યારે નવી સરકારમાં મંત્રીપદ મળતા મંત્રી નિવાસમાં બંગલો મળ્યા બાદ પણ પરસોત્તમ સોલંકીએ ક્વાટર્સ ખાલી કર્યુ નહોતુ. જેના કારણે ૧૫મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. આથી, વિધાનસભાએ આ કાર્યવાહી કરી છે. આમ હવે ધારાસભ્યોએ આ ક્વાર્ટસ ખાલી કરી દેવાની સાથે ચૂકવણા પણ કરી દેવા પડશે.
આ પણ વાંચો :-
- એક એવી જગ્યા. જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, જ્યારે પુરુષો માટે હોય છે ‘ગુપ્ત યાત્રા’
- કોર્પોરેટર બની ગયા જજ : રોડ પર જ કરી નાખ્યો છેડતીના કેસનો ફેંસલો અને યુવકને લોહીલુહાણ