These rules will change from 1 February 2023
- નવા વર્ષ 2023નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી પૂર્ણ થવા જઈ રહ્યો છે. આવતા મહિનાના પ્રથમ દિવસ એટલે કે ફેબ્રુઆરીથી ઘણા ફેરફારો થવાના છે. જેનાથી તમારા ખિસ્સા પર અસર થશે તે નક્કી છે.
1 ફેબ્રુઆરી 2023થી પૈસા સાથે જોડાયેલા અનેક નિયમોમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે તે નક્કી છે. મોદી સરકાર (Modi Govt) 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેનું છેલ્લું પૂર્ણ બજેટ (બજેટ 2023) રજૂ કરશે. આવી સ્થિતિમાં લોકોને આ બજેટમાં ઘણી આશા અને અપેક્ષાઓ છે. આ સાથે બેંક સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. ચાલો આ નિયમોની સંપૂર્ણ યાદી જોઈએ.
સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે :
નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ (બજેટ 2023) રજૂ કરવા જઈ રહ્યા છે. આખો દેશ ઘણી અપેક્ષાઓ સાથે આ બજેટને જોઈ રહ્યો છે. બજેટમાં સામાન્ય માણસને રાહત આપતા નિર્ણયોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેનો સઘળો મદાર નાણા મંત્રીના બજેટમાં રહેલો છે.
ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા માટે વધારાનો ચાર્જ લાગુ પડશે :
ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવું મોંઘુ પડશે. બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી પર 1 ટકા ફી વસૂલશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે.
એલપીજીના ભાવ :
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. જેમાં દર મહિનાની પહેલી તારીખે વધારો અને ઘટાડો શક્ય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં.
ટાટા મોટર્સે પેસેન્જર વાહનોના ભાવમાં 1.2 ટકા સુધીનો વધારો :
દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે પેસેન્જર વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો 1 ફેબ્રુઆરી, 2023થી લાગુ થશે. કંપનીના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ એન્જિનવાળા પેસેન્જર વાહનોની કિંમતમાં મોડલ અને વેરિઅન્ટના આધારે સરેરાશ 1.2 ટકાનો વધારો થશે.
જો તમે નોઈડામાં આવું વાહન ચલાવતા હોવ તો સાવધાન :
સ્ક્રેપ પોલિસી હેઠળ પરિવહન વિભાગે હવે ગૌતમ બુદ્ધ નગરમાં પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. હવે 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો 1 ફેબ્રુઆરી 2023થી નોઈડા અને ગ્રેટર નોઈડામાં જપ્ત કરવામાં આવશે અને સ્ક્રેપ કરવામાં આવશે. અગાઉ NGTના આદેશ પર પરિવહન વિભાગે મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કર્યું હતું.
હવે આ વાહનોને પકડીને જપ્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી સ્ક્રેપ પોલિસીમાં લોકોએ રસ ન દાખવ્યા બાદ ટ્રાન્સપોર્ટ વિભાગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એટલે ઓવરઓલ 1 ફેબ્રુઆરીથી અનેક નિયમો બદલાઈ જશે. જો તમને તેના વિશે ખ્યાલ નથી તો તમે એક ક્લિક કરીને 1 ફેબ્રુઆરીથી બદલાતા નિયમો વિશે માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો :-