Saturday, Sep 13, 2025

મધ્યમ વર્ગ પરિવારને વધુ એક ઝટકો ! ઘર હોય કે કાર તમામ લોન થઈ મોંઘી ! જાણો હવે કેટલી ભરવી પડશે EMI 

3 Min Read

Another blow to the middle class family

  • રીઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમામ બેંકોની લોન મોંઘી થશે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાત જાણે એમ છે કે, રિઝર્વ બેંકના (Reserve Bank) રેપો રેટમાં વધારો કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમામ બેંકોની લોન મોંઘી થશે. જેને લઈ હવે SBI એ લોનના વ્યાજદરમાં વધારો કરીને તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.

આ પહેલા પણ ઘણી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના વ્યાજદરમાં વધારો કર્યો છે. હવે SBI એ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.25 ટકાનો વધારો કર્યો છે. SBIની વેબસાઈટ અનુસાર તમામ મુદતની લોન પરના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. હવે બેંકનો એક વર્ષનો MCLR વધીને 8.30 ટકા થઈ ગયો છે.

બેંક આ MCLRના આધારે હોમ, ઓટો સહિત તેની મોટાભાગની લોનના વ્યાજ દરો નક્કી કરે છે. અગાઉ RBI એ રેપો રેટને અસરકારક 6.25 ટકા બનાવવા માટે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBI ના આ નિર્ણયના એક સપ્તાહ બાદ જ SBIએ પણ પોતાની લોન મોંઘી કરી દીધી છે.

આ સાથે બેંકે શોર્ટ ટર્મ લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આમાં ઓવર નાઈટથી લઈને 6 મહિના સુધીનો સમય શામેલ છે. મુદતની લોન માટે MCLR હવે 7.85 ટકાથી 8.30 ટકાની રેન્જમાં છે. આ સિવાય બે વર્ષની લોન માટે ખર્ચ આધારિત ધિરાણ દર વધીને 8.50 ટકા થયો છે, જ્યારે ત્રણ વર્ષની લોનનો દર 8.60 ટકા પર પહોંચી ગયો છે.

મહત્વનું છે કે SBI એ આ વર્ષે જૂનથી MCLR માં 1.10 ટકાનો વધારો કર્યો છે. જેમાં ડિસેમ્બરમાં વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો પણ સામેલ છે. બેંક દ્વારા વિતરિત કરવામાં આવેલી લોનના 75% પર ફ્લોટિંગ વ્યાજ દરો લાગુ થાય છે. તેમાંથી 41 ટકા લોન હજુ પણ MCLR સાથે જોડાયેલી છે.

બાકીની 59 ટકા લોન પર એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ લાગુ થાય છે. એક્સટર્નલ બેન્ચમાર્ક એટલે રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ રેટ. MCLR એ બેંકના આંતરિક ખર્ચ સાથે જોડાયેલ દર છે.

આ પણ વાંચો :-

Share This Article