BCCI હવે રોહિત શર્માને લઈને લઈ શકે છે મોટો નિર્ણય, T20 ટીમની કેપ્ટન્સી છીનવાઈ શકે

Share this story

BCCI may now take a big decision regarding Rohit Sharma

  • ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યુ ન હતું અને તે સેમીફાઈનલમાં હારીને બહાર થઇ ગઈ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે.

ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) ટીમ ઈન્ડિયાનું (Team India) પ્રદર્શન ખાસ રહ્યુ ન હતુ અને તે સેમીફાઈનલ માં હારીને બહાર થઇ ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે. આ યાદીમાં બોર્ડે ચેતન શર્માની (Chetan Sharma) આગેવાની ધરાવતી રાષ્ટ્રીય પસંદગી સમિતીને સસ્પેન્ડ કરી દીધી છે. કહેવામાં આવે છે કે બીસીસીઆઈ રોહિત શર્માને (Rohit Sharma) લઇને પણ આગામી દિવસોમાં નિર્ણય લઇ શકે છે.

પીટીઆઈના રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ નવી પસંદગી સમિતી માટે અરજી મંગાવવાની સાથે કેટલાક પડકાર નક્કી કરી લીધા છે. ટીમ ઇન્ડિયાની નવી પસંદગી સમિતીને સૌથી પ્રથમ કામ અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવાનું હશે. નવી પસંદગી સમિતી જ્યારે પણ આ કાર્યભાર સંભાળશે તો તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પસંદ કરવા માટે અનિવાર્ય કરવામાં આવશે. જેનો પ્રભાવી અર્થ એ છે કે બીસીસીઆઈ હવે અલગ અલગ કેપ્ટનની પેટર્ન પર ચાલશે.

હાર્દિકને વર્લ્ડકપ સુધી મળશે જવાબદારી?

રિપોર્ટ અનુસાર રોહિત શર્મા વન ડે અને ટેસ્ટ કેપ્ટન બન્યો રહેશે જ્યારે હાર્દિક પંડયાને યૂએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનાર 2024 ટી-20 વર્લ્ડકપ માટે સૌથી નાના ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. હાર્દિક પંડયા અત્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે અને જો તે કેપ્ટન તરીકે સારૂ પ્રદર્શન કરે છે તો નિર્ણય પર મોહર લાગી જશે.

હાર્દિકે કેપ્ટન્સીમાં કર્યા પ્રભાવિત :

29 વર્ષના હાર્દિક પંડયાએ આ વર્ષે પોતાને એક લીડર તરીકે રજૂ કર્યો છે અને તેની અંદર જોરદાર નેતૃત્વ ક્ષમતા દુનિયા જોઇ રહી છે. હાર્દિક પંડયા બેટ અને બોલ બન્નેથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે પોતાની પર દબાણ આવવા દેતો નથી જે તેને અન્ય ખેલાડીઓ કરતા અલગ બનાવે છે.

આ પણ વાંચો :-