HomeCrimeલો બોલો, રંગીલા રાજકોટમાં પ્રેમસંબંધમાં એક કાકી પોતાનાથી નાની ઉંમરના ભત્રીજાને લઈને...

લો બોલો, રંગીલા રાજકોટમાં પ્રેમસંબંધમાં એક કાકી પોતાનાથી નાની ઉંમરના ભત્રીજાને લઈને ભાગી ગઈ !

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Speak up, an aunt ran away with

  • રાજકોટમાં કાકી ભત્રીજાને લઈને ભાગી ગઈ અને પોલીસની દોડપકડ શરૂ થઈ. પારિવારિક સંબંધોમાં આ પ્રકારની ઘટનાથી સંબંધોને કાળુ ટીલુ લાગે છે.

ઘણીવાર સમાજમાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને કારણે સભ્ય સમાજને લાંચ્છન (A disgrace to society) લાગે છે. આવો જ એક કિસ્સો રંગીલા રાજકોટમાં સામે આવ્યો છે. જેણે રાજકોટની રંગતને લાંચ્છન લગાડ્યું છે. રાજકોટમાં (Rajkot) એવો કિસ્સો સામે આવ્યો છે કે એક મોટી ઉંમરની કાકી પોતાના તરુણ વયના ભત્રીજાને (Nephew) લઈને ભાગી ગઈ.

રાજકોટને રંગીન પોતાના રાજવી મિજાજ અને ઠાઠ માટે કહેવાય છે. તેના રુઆબ અને રુતબા માટે તેને રંગીન કહેવાય છે. પણ ત્યાં સંબંધોમાં આ પ્રકારની સ્વચ્છંદતાને કોઈ સ્થાન ન હોઈ શકે. આ પ્રકારની ઘટનાએ તો સંબંધોની અસ્મિતાને કાળુ ટીલુ લગાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં એક કાકી પોતાના તરુણ ભત્રીજાને પ્રેમનો પ્યાલો પીવડાવીને ભગાડી ગઈ. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાક જગાવી છે. બનાવ એવો બન્યો છે કે રાજકોટ શહેરના રાજમોતી મીલ નજીક સીતારામનગરમાં રહેતાં 35 વર્ષીય કાકીને 15 વર્ષના ભત્રીજા સાથે આંખ મળી ગઈ.

હવે આ સંબંધને પ્રેમનું નામ અપાયું. ત્યાર પછી કાકી ભત્રીજાને લઈને ભાગી ગઈ. એક અઠવાડિયા સુધી પરિવારજનોએ કાકી અને ભત્રીજાની શોધખોળ કરી. પણ ક્યાંય તેમનો પત્તો ન લાગતાં આખરે પરિવાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરાતા સમગ્ર મામલે પ્રકાશમાં આવ્યો.

રાજકોટના ભાવનગર રોડ પર ચાલતી મીલ ભાષણ સીતારામનગર શેરીમાં રહેતા ગીરીશભાઈ નરસિંહભાઈ સંગાવરીયા (ઉ.35)એ થોરાળા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આરોપી તરીકે સીતારામનગર શેરી રહેતા નાના ભાઈની પત્ની ચંદ્રિકા મનોજ સાંગવરિયા પોતાનાથી નાની ઉંમરના ભત્રીજાને લઈ ભાગી ગઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ તેમના પત્ની લલિતા શાકભાજીનો ધંધો કરે છે. તેમના સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જ્યારે નાનો ભાઈ મનોજ પણ શાકભાજીનો ધંધો કરે છે. તેની પત્ની ચંદ્રિકાને બે બાળકો છે અને તેઓ અલગ રહે છે.

પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પત્ની શાકભાજી વેચવા ગયા હતા અને ઘરે 15 વર્ષના પુત્ર અને તેની નાની બહેન એકલા હતા. સાંજે ફરિયાદી કરે આવતાં 15 વર્ષનો પુત્ર જોવા મળ્યો નહોતો ત્યારે બાજુની શેરીમાં રહેતા નાના ભાઈના ઘરે તપાસ કરતા નાના ભાઈની પત્ની ચંદ્રિકાબેન પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ તપાસ કરતા ચંદ્રિકા પોતાના બે બાળકોને પાડોશમાં ઘરે જતી રહી હોય તપાસ કરતા ચંદ્રિકાબેન પોતાનાથી અડધી ઉંમરના 15 વર્ષના ભત્રીજા સાથે પ્રેમ સંબંધ હોય તેને પોતાની સાથે ભગાડી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અઠવાડિયું સુધી કાકી અને ભત્રીજાની પરિવારે શોધખોળ કર્યા બાદ કોઈ સગડ નહીં મળતા અંતે ચંદ્રિકા સામે 15 વર્ષના ભત્રીજા ને લલચાવી ભગાડી જવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img