HomeCrimeતાલાલામાં પિતાએ પોતાની જ 14 વર્ષની બાળકીની બલિ ચડાવી હોવાની આશંકા- ઘટના...

તાલાલામાં પિતાએ પોતાની જ 14 વર્ષની બાળકીની બલિ ચડાવી હોવાની આશંકા- ઘટના જાણીને ધ્રુજી ઉઠશો

Date:

Related stories

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...
spot_img

In Talala, father is suspected to have

  • ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં લેવાયો બાળકીનો ભોગ. વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી. તાર અને લાકડી વડે બાળકીને માર્યો હતો ઢોર માર. વાળમાં લાકડી બાંધી બાળકીને ભૂખી તરસી બેસાડી હતી.

ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લાના તાલાલા (Talala) તાલુકાના ગીર ધાવા ગામે નવરાત્રિના આઠમા દિવસે દિકરીની બલિ ચઢાવાના મામલે આખરે પોલીસે (Police) ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. અંધશ્રદ્ધાના મામલે બાળકીનો ભોગ લેવાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. વળગાડની વિધીના નામે બાળકીને મોતને ઘાટ ઉતારાઇ હતી અને તાર અને લાકડી વડે બાળકીને ઢોર માર માર્યો હતો.

તલાલા પોલીસે ગુનો નોંધ્યો :

તલાલા પોલીસે સમગ્ર બનાવ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધી હતી. પોલીસે IPC સેક્શન 302, 201, અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. સમગ્ર બનાવમાં ભાવેશ ગોપાલ ભાઈ અકબરી અને દિલીપભાઈ ગોપાલ ભાઈ અકબરી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

વળગાડની વિધિના નામે બાળકીને મોતને ઘાટ ઉતારી :

પોલીસે નોંધેલી ફરિયાદમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ફરિયાદમાં માસૂમ બાળકીના પિતા તથા બાળકીના કાકા એ ભેગા મળી ધૈર્યાનો જીવ લઈ લીધો હોવાનો ખુલાસો થયો હતો. માસૂમ બાળકીના પિતાના તથા તેમના.ભાઈને શંકા હતી કે તેની દીકરીને કોઇ વળગાડ છે.

જૂના કપડા સળગાવ્યા :

બાળકી ધૈર્યને બાળકીના પિતા અને તેના ભાઈએ 1લી ઓક્ટોબરના રોજ ચકલીઘર નામની વાડીએ લાવ્યા હતા. ત્યારબાદ તેમણે માસૂમ બાળકીના જુના કપડા સળગાવી દીધા હતા.

બાળકીને 2 કલાક સુધી આગ પાસે બેસાડી :

બનાવની ચોંકાવનારી વિગતો મુજબ માસૂમ બાળકીને આગ પાસે બે કલાક બેસાડી રાખવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ શેરડીની વાડમાં બાળકીને લાકડી તથા વાયર વડે માર મારવામાં આવ્યો હતો.

બાળકી પર અમાનુષી અત્યાચાર :

વળગાડની વિધિના નામે બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. માસૂમ બાળકીના વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી હતી. સતત અત્યાચાર ગુજારાતા આખરે માસૂમ બાળકીનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

ત્યારબાદ બાળકીના ભાઈએ પોતાની બહેનની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટમાં લપેટી દીધી હતી. લાશને બાદમાં ફોર વ્હીલર ગાડીની ડેકીમાં મૂકી દેવાઇ હતી અને ચેપી રોગ થયો છે તેમ કહીને સ્મશાને લઈ જઈને અંતિમ વિધિ પૂર્ણ કરી નાંખી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img