Friday, Oct 24, 2025

બ્રહ્માસ્ત્ર પાછળ પાગલ થઈ પબ્લિક ! રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી રહ્યા છે શો, સવારે વહેલા ઊઠીને લાઈનો લગાવી

2 Min Read

Public went crazy behind Brahmastra

  • બ્રહ્માસ્ત્રને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ચાહકો ફિલ્મ જોવા માટે એટલા ઉત્સાહિત છે કે લોકોની માંગ પર થિયેટરોમાં સ્પેશ્યલ શો ચલાવવામાં આવી રહ્યા છે.

રણબીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને મૌની રોય સ્ટારર ફિલ્મ (Starr film) લીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ ને સોશ્યલ મીડિયામાં એક તરફ બોયકોટ કરવામાં આવી રહી હતી પણ રિલીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર 2 (Brahmastra 2) : દેવ’નું અનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે.

અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર એ પહેલા દિવસે લગભગ 36 કરોડનું કલેક્શન કર્યું હતું. આ આંકડો અહીં નથી અટકતો પણ બીજા દિવસે આનાથી પણ વધુ વધે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બ્રહ્માસ્ત્ર એ બીજા દિવસે 41.25 થી 43.25 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં મળીને કુલ 79 કરોડની કમાણી કરી છે. ફિલ્મની કમાણીમાં બીજા દિવસે લગભગ 20 ટકાનો ઉછાળો દેખાયો હતો.

બ્રહ્માસ્ત્રના સ્પેશ્યલ શો :

બ્રહ્માસ્ત્રને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ચાહકો ફિલ્મ જોવા માટે એટલા ઉત્સાહિત છે કે લોકોની માંગ પર થિયેટરોમાં સ્પેશ્યલ શો ચલાવવામાં આવી રહ્યા છે. રિલીઝ પહેલા જ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર કમાણી શરૂ કરી દીધી હતી.

હાલ બ્રહ્માસ્ત્ર રિલીઝ થતાની સાથે જ તેના વિશે દર્શકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે લોકોની માંગ પર થિયેટરોમાં બ્રહ્માસ્ત્રના સ્પેશ્યલ શો રાખવામાં આવ્યા હતા.

આલિયા ભટ્ટની સોશિયલ મીડિયા પોસ્ટ :

હાલ જ આલિયા ભટ્ટે એક સ્ટોરી શેર કરી હતી જેમાં બ્રહ્માસ્ત્રનું પોસ્ટર શેર કરતા આલિયાએ જણાવ્યું હતું કે, લોકોની માંગ પર PVRમાં બે સ્પેશ્યલ શો રાખવામાં આવ્યા છે. પહેલો રાત્રે 2.30 વાગ્યે અને બીજો સવારે 5.45 વાગ્યે. આલિયાએ તેને ફિલ્મોનો જાદુ ગણાવ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article