Thursday, Oct 23, 2025

સુરતના અમરોલી વિસ્તાર યુવક પોતાનો જન્મદિવસની ઉજવણી કરે તે પહેલાં જ કરપીણ હત્યા

3 Min Read

Surat’s Amroli area youth murdered

  • ગુનાખોરીના નામે સુરતની ઓળખ હવે ઊભી થવા માંડી છે. સતત સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી ગયો છે તેમાં પણ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

સુરત (Surat)ના અમરોલી વિસ્તાર (Amroli Area)માં રહેતા યુવક જન્મદિવસની ઉજવણી કરે તે પહેલા તેની હત્યા (Murder)ની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે મિત્ર સાથે થયેલા સામાન્ય અકસ્માત (Accident)માં સામેવાળા વ્યક્તિને મારવા ગયેલા મુકેશ નામના યુવકની સામે રહેલા યુવકોએ હત્યા (Amroli Murder) કરી નાંખતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

ગુનાખોરીના નામે સુરતની ઓળખ હવે ઊભી થવા માંડી છે. સતત સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી ગયો છે તેમાં પણ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવતા સુરતમાં ચકચાર મચી જવા પામી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો મુકેશ નામનો યુવક મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરે તે પહેલા જ હત્યા કરી નાખવામાં આવી હતી.

મુકેશના બે મિત્રો સાથે રાત્રે અમરોલી વિસ્તારમાં આવેલા આવાસ પાસેથી પસાર થતા હતા. જ્યારે છૂટું નામનો એક વ્યક્તિ ગાડી સાથે બે મિત્રો રાખી જઇ રહ્યો હતો. આ બાબતે ઝઘડો થયો હતો કે ઝઘડા બાદ છોટુ અને મુકેશના મિત્રો વચ્ચે સમાધાન થયું હતું.

પણ થોડીક વારમાં મુકેશના મિત્રો અન્ય મિત્રો સાથે છોટુને મારવા માટે પહોંચ્યા હતા ત્યાં  જ્યાં છોટુ સાથે મારામારી શરૂ થઈ હતી ત્યારે છોટુએ આવેશમાં આવી જઈ પોતાના સ્વરક્ષણ માટે એને મારવા આવેલા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ દરમિયાન વચ્ચે આવી ગયેલા મુકેશ નામના યુવકને આ ઘાતક હથિયાર વાગી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. મુકેશ પરમાર નામના યુવકના મોતના સમાચાર મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચર્ચા થવા પામી હતી.

જો કે હત્યાની ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હુમલો કરનારા ચારમાંથી છૂટું નામના વ્યક્તિની પોલીસ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જો કે છૂંટુ સાથે રહેલા અન્ય ત્રણ લોકોની પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

Share This Article