HomeCrimeગુજરાતના કયા IAS અધિકારીની મોડી રાત્રે CBIની ટીમે ધરપકડ કરી, જાણો વિગતે

ગુજરાતના કયા IAS અધિકારીની મોડી રાત્રે CBIની ટીમે ધરપકડ કરી, જાણો વિગતે

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

Which IAS officer from Gujarat

  • IAS અધિકારી કે.રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહિવટ વિભાગમાં સંયુકત સચિવ છે.

ગુજરાતના IAS બેડામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. લાંબી તપાસ બાદ આખરે કે. રાજેશની CBIની ટીમે ધરપકડ કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, IAS અધિકારી કે.રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહિવટ વિભાગમાં સંયુકત સચિવ છે. પરંતુ હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

મહત્વનું છે કે, IAS અધિકારી કે.રાજેશની પુછપરછ માટે તેમને CBIની ઓફિસો બોલાવ્યા હતા. પરંતુ કે.રાજેશ તપાસમાં સહકાર નહિ આપતા CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

IAS ઓફિસર સામેના આરોપો :

IAS (ગુજરાત કેડર 2011)

– કે રાજેશે કથિત રીતે લાંચ સ્વીકારી હતી
– શસ્ત્ર લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે
– અયોગ્ય લાભાર્થીઓને સરકારી જમીન આપવા માટે
– ગેરકાયદેસર/અધિક્રમણવાળી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નિયમિત કરવા માટે
– અન્ય લોકો સાથે મિલીભગતથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વન વિભાગની મંજુરી વિના સૌર ઊર્જા ઉત્પાદન માટે આરક્ષિત જંગલની જમીન ભાડે આપી

કે રાજેશે 271 જેટલા શસ્ત્ર લાયસન્સ ઈસ્યૂ કર્યા હતા જેમાંથી 39 SP દ્વારા નકારાત્મક ભલામણો છતાં ઈસ્યૂ કરવામાં આવ્યા હતા, જે લાંચ ચૂકવવામાં આવી હોવાના ફરિયાદીઓના આક્ષેપો થયા છે.

કોણ છે IAS રાજેશ કાંકીપતિ ?

તમને જણાવી દઈએ કે સીબીઆઈના દરોડાનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારીઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાત કેડરમાં 2011 IAS અધિકારીઓ છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે.

કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2010 માં 103 રેન્ક હાંસલ કર્યો. 2013 માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.

આ પણ વાંચો –

Subscribe

Latest stories

spot_img