HomeAstrology24 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને લક્ષ્મી માતાની કૃપાથી આર્થિક...

24 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને લક્ષ્મી માતાની કૃપાથી આર્થિક સ્થિતિ રહેશે સારી

Date:

Related stories

Asian Games 2026: ચોથા દિવસે શૂટિંગથી બેડમિન્ટન સુધી ભારતનો જલવો, એક દિવસમાં 5 મેડલ!

ભારત માટે 23 સપ્ટેમ્બરનો દિવસ એશિયન ગેમ્સ 2026માં મેડલની...

27 સપ્ટેમ્બરે રવિવાર છતાં કેમ બેંક ખુલ્લી રહેશે?

જો તમારું કોઈ બેંકિંગ કાર્ય બાકી છે અને સપ્ટેમ્બરના...
spot_img

June 24, 2022, Horoscope: Gujarat Guardian

મેષઃ- દિવસ દરમ્યાન આનંદ રહે. પણ સ્વભાવમાં ઉગ્રતા. તામસી પ્રકૃતિ વધતી જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફથી મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવુું.

વૃષભઃ- આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુનઃ- સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઇ બહેનો ને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ- દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે, ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યકિતનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન, વધતા જણાય.

સિંહઃ- રાજકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યાઃ- વિમા, વકીલાત, બેંક, ચાર્ટડે એકાઉન્ટનો વ્યવસાય ધરાવતી વ્યકિત માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધા માં સાનુકુળતા રહે.

તુલાઃ- ધારેલા શોખ પૂરા કરવામાં મુશકેલી આવે. જલ્દી ખોટું જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. પણ પ‌ત્નિ ના ગુસ્સા નો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો – બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધનઃ- નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાન ની તબયિત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથી ની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જમાણય.

મકરઃ- આજે આપ સુખ, શાંતિ,સમૃદ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિ ની તબિયતની કાળજી રાખવી હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભઃ- પોતાનો કકકો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવાર ના સ્ત્રી સ્ભયોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીનઃ- સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્ઠા માં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય.  કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન નું આરોગ્ય સાચવવું ભાગ્ય માં વૃદ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

Subscribe

Latest stories