રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ પણ સર્જાઇ છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બસ સેવાને અસર પહોંચી છે, પરંતુ હવે રેવલે વ્યવહાર પણ ખોરવાયો હોવાની જાણકારી સામે આવી છે. સુરતમાંથી પસાર થતી 62 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે, જ્યારે 45થી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી છે કે, આગામી ત્રણ કલાક ગુજરાત માટે હજુ પણ સંકટ તોળાઇ રહ્યું છે. ભારે વરસાદના કારણે બસ સેવાની સાથે સાથે રેલવે સર્વિસ પણ ઠપ્પ થઇ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવેને મોટી અસર પહોંચી છે. સુરતમાંથી પસાર થતી ટ્રેનો પ્રભાવિત થઇ છે. ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. માહિતી પ્રમાણે, સુરતથી પસાર થતી 62 ટ્રેનોને ભારે વરસાદના કારણે રદ્દ કરવામા આવી છે અને 46 ટ્રેનોને ડાયવર્ટ કરાવવામાં આવી છે. ટ્રેન રદ્દ થતાં હજારો મુસાફરો અટવાયા છે. ભારે વરસાદથી વડોદરા ડિવિઝનનો રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
- 28 ઓગસ્ટ 2024 ની ટ્રેન નંબર 22949 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર સુપરફાસ્ટ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22917 બાંદ્રા ટર્મિનસ – હરિદ્વાર સુપરફાસ્ટ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્યનગરી સુપરફાસ્ટ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12490 દાદર – બિકાનેર સુપરફાસ્ટ
- 28 ઓગસ્ટ 2024 ની ટ્રેન નંબર 12951 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ – મહુવા સુપરફાસ્ટ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09324 ઈન્દોર – પુણે સ્પેશિયલ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19575 ઓખા – નાથદ્વારા એક્સપ્રેસ
- 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19576 નાથદ્વારા – ઓખા એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20820 ઓખા-પુરી સુપરફાસ્ટ
- 29 ઓગસ્ટ 2024 ની ટ્રેન નંબર 09323 પુણે-ઈન્દોર સ્પેશિયલ
- 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22950 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ
- 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ
- 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22918 હરિદ્વાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ
- 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12952 નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની
- 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22990 મહુવા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 11091 ભુજ – પુણે એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22973 ગાંધીધામ – પુરી સુપરફાસ્ટ
- 31મી ઓગસ્ટ 2024ની ટ્રેન નં. 22974પુરી – ગાંધીધામ સુપરફાસ્ટ
ધોધમાર વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 77 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 61, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતમાં છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયા છે.પાણીની ભરપૂર આવકથી રાજ્યના 122 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 96 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચો :-