સેલવાસ અકસ્માતમાં સુરતના 4 યુવકોના મોત

Share this story

સુરત પાસિંગની કારનો દાદરા નગર હવેલી પાસે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ખુરદો બોલી ગયો હતો અને અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. સેલવાસના દુધની ગામ નજીકના ઘાટ ઉતરતી વખતે અચાનક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ નજીક પડેલા મોટા પથ્થર સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાઈ ગઈ હતી.

સુરતના કાર સવાર પાંચ પૈકી ચાર વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા. એક શખ્સને ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા. બાદમાં લોકોએ કારમાં ફસાયેલા પાંચ વ્યકિતઓને બહાર કાઢવા કવાયત આદરી હતી. જોકે આ અકસ્માતમાં કમનસીબે ચાર લોકોના મોત થયા હતા અને એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

બીજો અકસ્માત આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો :-