Sunday, Mar 23, 2025

સુરતના ઉમરાપાડામાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ

2 Min Read

ગુજરાતના આજે ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં સાડા 6.46 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં એટલે કે, ચાર કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખેરગામ અને સાગબારામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નર્મદા ડેડિયાપાડામાં 1.85 ઇંચ જ્યારે બારડોલીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.

BARISH-5 | खबर का असर न्यूज़ नेटवर्क

ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉમરગોટથી સેલમ્બાના લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તા બ્લોક થતાં જનજીવન પર માઠી અસર થઇ છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

ગુજરાતના જે જિલ્લામાં આ વખતે 100 ટકાથી વઘુ વરસાદ વરસી ચૂક્યો છે તેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article