રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે ભરૂચના કેલોદ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક અને કાર વચ્ચે ધડાકો અકસ્માત સર્જાતા ૪ લોકો કાળનો કોળિયો બની ગયાનું સામે આવ્યું છે. આમોદના સુડી ગામના યુવાનોના મોત નિપજતા ગામ આખું હિબકે ચડ્યું છે. ભરૂચથી નોકરી કર્યા બાદ યુવાનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ વેળાએ ગોઝારો અકસ્માત નડતા અરેરાટી મચી ગઇ છે.
કાળમુખા તોતિંગ ટ્રકની ઠોકરે કારનો બુકળો બોલી ગયો હતો.જયારે કારમાં સવાર યુવાનોના ગંભીર ઇજા બાદ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ છે. વધુમાં માર્ગ મરણચીસોથી ગુંજતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કારમાં ફસાયેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા.
આ પણ વાંચો :-
- ઈઝરાયેલમાં ફસાયેલા ૧૮ હજાર ભારતીયો, આજે પ્રથમ ફ્લાઈટ, જાણો ક્યાંથી
- મધ્ય પૂર્વમાં ઇઝરાઇલ-હમાસ યુદ્ધ વકરવાના એંધાણ