લાઇવ મેચ દરમિયાન ઝાંગ ઝીજીને બેડમિન્ટન કોર્ટ પર આવ્યો હાર્ટ એટેક

Share this story

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં એક દુઃખદ ઘટના બની છે. આ ઘટના ત્યારે બની જ્યારે ચીન અને જાપાન વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં બેડમિન્ટન કોર્ટ પર ચીનનું પ્રતિનિધિત્વ ઝાંગ ઝીજીએ કર્યું હતું જ્યારે જાપાનનું પ્રતિનિધિત્વ કાઝુમા કવાનાએ કર્યું હતું. મેચ દરમિયાન ચીનનો ખેલાડી કોર્ટ પર પડી ગયો અને તેનું મોત નીપજ્યું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા યુઝર્સ તેના મોત પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે.

बैडमिंटन कोर्ट: जानें आकार के साथ साथ वह सबकुछ जो आपको जानना चाहिए

ઝાંગ ઝીજી રવિવારે મોડી સાંજે જાપાનના કાઝુમા કાવાના સામે સિંગલ્સ મેચમાં રમી રહ્યો હતો. પહેલી ગેમ ૧૧-૧૧ પર ચાલી રહી હતી ત્યારે અચાનક ઝાંગ જમીન પર પડી ગયો. મેદાન પર જ તેની સારવાર કરવામાં આવી અને પછી એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

બેડમિન્ટન એશિયા અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડોનેશિયા (PBSI) એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચાઈનાનો સિંગલ્સ ખેલાડી ઝાંગ ઝીજી રવિવારે સાંજે મેચ દરમિયાન કોર્ટ પર પડી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે રાત્રે ૧૧:૨૦ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.” ટૂર્નામેન્ટના ડૉક્ટર અને મેડિકલ ટીમે તેની સારવાર કરી અને બે મિનિટથી પણ ઓછા સમયમાં તેને હોસ્પિટલ લઈ ગયા. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “બેડમિન્ટન જગતે એક પ્રતિભાશાળી ખેલાડી ગુમાવ્યો છે.” PBSIના પ્રવક્તા બ્રોટો હેપ્પીએ જણાવ્યું હતું કે, તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે ઝાંગને હાર્ટ એટેક આવ્યો હતો.

આ પણ વાંચો :-