HomeNationalમહિલા એશિયા કપ 2024 આજે ભારત vs પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો

મહિલા એશિયા કપ 2024 આજે ભારત vs પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...
spot_img

એશિયાની આઠ ટીમ વચ્ચે શ્રીલંકા ખાતે મહિલા એશિયા કપ 2024 ટી 20 મુકાબલો શરુ થયો છે. શુક્રવાર, 19 જુલાઇ એ બે મેચ રમાશે. એશિયા કપ 2024 પ્રારંભે બપોરે 2 વાગે નેપાળ વિ યુએઇ વચ્ચે મેચ રમાશે. જ્યારે સાંજે 7 કલાકે ભારત વિ પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને મેચ દામ્બુલા સ્થિત રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

 મહિલા એશિયા કપનું આયોજન આ વખતે શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે ટૂર્નામેન્ટની શરુઆત 19 જુલાઈથી થશે. આ વખતે એશિયા કપમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. આ 8 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ભારત, પાકિસ્તાન,યુએસઈ અને નેપાલની ટીમ ગ્રુપ એમાં છે.

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ મહિલા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન ટીમ સામે મેચ રમી મહિલા એશિયા કપ 2024 મુકાબલાની શરુઆત કરશે. મહિલા ટીમ ઇન્ડિયામાં શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા સહિત દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવા માટે સજ્જ છે.

મહિલા એશિયા કપ 2024 ગ્રુપ ટીમ
ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, યુએઈ અને નેપાળ
ગ્રુપ B : શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને થાઇલેન્ડ

શ્રીલંકાની યજમાનીમાં મહિલા એશિયા કપ 2024 19 જુલાઇથી શરુ થયો છે. એશિયાની આઠ ટીમ વચ્ચે ટી 20 ફોરમેટમાં મુકાબલો છે. આઠ ટીમોને ગ્રુપ એ અને ગ્રુપ બી માં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ એ માં ભારત, પાકિસ્તાન, નેપાળ અને યુએઇ છે જ્યારે ગ્રુપ બી માં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડ ટીમને રાખવામાં આવી છે.

ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), દયાલન હેમલતા, જેમિમાહ હોડ્રિગ્ઝ, શેફાલી વર્મા, શ્વેતા સેહરાવત, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, સજીવન સજના, રિયા ઘોષ, ઉમા ચેત્રી, અરુંધતી રેડ્ડી, આશા શોભના, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રેણુકા સિંહ, સાયકા ઇશાક, શ્રેયંકા પાટીલ અને તનુજા કંવર

પાકિસ્તાન મહિલા ટીમ
ગુલ ફિરોઝા, ઇરમ જાવેદ, સિદરા આમીન, આલિયા રિયાઝ, ફાતિમા સના, નિદા ડાર, ઓમાઇમા સોહેલ, સૈયદા અરુબ શાહ, નજીહા અલ્વી, મુનીબા અલી, નશરા સંધુ, ડાયના બેગ, સાદિયા ઈકબાલ, તસ્મિયા રુબાબ અને તુબા હસન

આ પણ વાંચો :-

Subscribe

Latest stories