ભાજપના નેતાને ધમકી આપવાના ગુનામાં સાગરીતો સાથે વિજય સુવાળાની ધરપકડ

Share this story

લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા વચ્ચે અગમ્ય કારણોસર અગાઉ બોલાચાલી થઈ હતી.એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા સહિતના લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. વિજય સુવાળા સહિત આઠ આરોપી સામે ગુનો નોંધાયો હતો.

જમીનના ડખ્ખામાં વિજય સુવાળાએ દિનેશ દેસાઇ સાથે મારા મારી કરી હતી, અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મારા-મારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગુનામાં વપરાયેલી કાર પણ કબ્જે કરી લેવાઈ હતી. અમદાવાદની ઓઢવ પોલીસે મારા મારીના કેસમાં આ ધરપકડ કરી હતી. અગાઉ આ મામલે પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ પણ ફટકારી હતી.

દિનેશના પિતરાઈ ભાઈ ચેતને તેને ફોન કરીને કહ્યું હતું કે, મારા ઉપર બે શખ્સોના ફોન આવ્યા હતા અને દિનેશ ક્યાં છે? તેને જાનથી મારી નાખવાનો છે એમ કહેતા હતા. ત્યાર બાદ જય દેસાઈએ દિનેશને ફોન કર્યો હતો કે, ઓઢવ રિંગ રોડથી 20થી વધુ કાર અને 10થી વધુ બાઇક પર બેસીને લોકો આપણા ઘર તરફ આવી રહ્યા છે. આ ફોન બાદ દિનેશ તેના પિતાની ઓફિસે પહોંચી ગયો હતો. દિનેશ પર હુમલો થાય તે દહેશતથી તેણે ભાગીદાર તેમજ જય સાથે મળીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઓઢવ પોલીસે વિજય સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હવે ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-