Sunday, Jul 20, 2025

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી ઝડપાયા

2 Min Read

વડોદરામાં સગીરા સાથે ગેંગરેપના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગેંગરેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ શખ્સોને ઝડપ્યા છે. પાંચમાંથી ત્રણ આરોપીઓ વિધર્મી અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આરોપીઓ વડોદરાના તાંદલજામાં રહી કડીયાકામ કરતા હતા. પોલીસે આરોપીઓના મોબાઈલ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. ભાયલીમાં મિત્ર સાથે બેસેલી સગીરા પર બળાત્કાર કર્યો હતો. સુમસાન રોડ પર બેસેલી સગીરા પર ગેંગરેપ કર્યો હતો.

MP: One held for raping, killing 5-year-old in Ujjain | Indore News - Times of India

ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આરોપીને શોધવા માટે 200થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમા પોલીસે તલાશી લીધી હતી.

દુષ્કર્મ કેસના આરોપી અલ્તાફ બંજારા, શાહરુખ ઇસ્માઇલ બંજારા અને મુન્ના અબ્બાસ બંજારાની મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આ દરમિયાન આરોપીને સ્ટ્રેચર પર લઇ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઇ ગયા, તેઓ એકબીજા સંપર્ક કેવી રીતે આવ્યા, આ ગુનામાં બીજું સંડોવાયેલું છે કેમે તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસારે થયેલા આરોપીઓ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ પણ સગીરાએ તેના મિત્ર સાથે જુદા-જુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ આ છેલ્લી મુલાકાત તેના માટે જીવનભરની પીડા લઈને આવી.

આ પણ વાંચો :-

Share This Article