HomeGujaratગુજરાતના પૂર્વ કચ્છમાંથી 120 કરોડનું 11 કિલો કોકેઈન ઝડપાયું

ગુજરાતના પૂર્વ કચ્છમાંથી 120 કરોડનું 11 કિલો કોકેઈન ઝડપાયું

Date:

Related stories

Video : પુણે કોર્ટની બહાર ફિલ્મી ઢબે હુમલો: હત્યાના આરોપી પર ધારદાર હત્યારથી જીવલેણ હુમલો, હાથ કાપી નાખ્યો

મહારાષ્ટ્રના પુણેમાં શિવાજીનગર કોર્ટની બહાર બુધવારે બપોરે ધોળા દિવસે...

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 25,900ને પાર

મુંબઈ: ભારતીય શેરબજારમાં બુધવાર, 25 નવેમ્બર 2026ના રોજ જોરદાર...

વૈભવ સૂર્યવંશીનો ઐતિહાસિક ધમાકો! 53 બોલમાં 204 રન ફટકાર્યા, ભારત-Aએ UAEને 7 વિકેટે હરાવ્યું

દોહામાં રમાયેલી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026ની મેચમાં ભારત-Aએ...

પંજાબ ચૂંટણી 2027 પહેલાં BJP અને અકાલી દળ વચ્ચે ગઠબંધન, CM પદ કોને મળશે? અમિત શાહે કર્યો ખુલાસો

પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)...
spot_img

દેશના અનેક રાજ્યોમાં દિવસેને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આમ છતાં રાજ્યમાંથી ડ્રગ્સ મળવાની ઘટના પણ છાશવારે સામે આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર્સ સામે આક્રમક કાર્યવાહી કરી છે.

હવે પૂર્વ કચ્છમાંથી પોલીસે કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના ખારીરોહરમાંથી 11 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે 120 કરોડ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ જપ્ત કર્યા પછી હવે કચ્છ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. એક દિવસ પહેલાં જ ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયું હતું. ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે ભોપાલમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડીને ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે સંતરામપુરની વાકાનાડા ચોકી પર પેટ્રોલિંગ દરમિયાન એક વ્હાઈટ સ્વીફ્ટ કારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પૂર ઝડપે જઈ રહેલી કારનો પોલીસે પીછો કરીને ગાડીને રોકી હતી. આ પછી પોલીસે કારમાં સવાર લોકોની પુછપરછ કરતાં અને ગાડીમાં શોધખોળ કરતા પાવડરના પેકેટ મળી આવ્યા હતા. પાવડરના પેકેટનું FSLએ ચેકિંગ કરતા 44.630 ગ્રામનું ડ્રગ્સ ઝડપાયું હતું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories