Thursday, Oct 30, 2025

કમોસમી વરસાદ પણ ખેડૂતોનું કંઈ બગાડી ન શક્યો ! રાજકોટ યાર્ડમાં જીરાનો ઐતિહાસિક ભાવ બોલાયો

2 Min Read

Unseasonal rain could

  • જીરુંના ઐતિહાસિક ભાવ : રાજકોટમાં બેડી યાર્ડમાં પ્રતિ મણ રૂ.8 હજારને પાર, ખેડૂતો ખુશખુશાલ, કમોસમી વરસાદ પણ કંઈ બગાડી ન શક્યો.

રાજકોટ (Rajkot) જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard) જીરાના એક મણના 8,200 રૂપિયા સુધીના હાઈએસ્ટ ભાવ મળ્યા હતા. એક મણનો ભાવ 8,200 રૂપિયા જેટલો મળતા ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી. આજ પહેલા ખેડૂતોને ભાવ અગાઉ ક્યારે મળ્યો ન હતો. ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે જીરાનો (Cumin) મળ્યો હતો.

બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. એક બાજુ કમોસમી વરસાદે રોકડિયા પાક સહિત તમામની દશા બગાડી નાંખી છે, પરંતુ અહીં તો કમોસમી વરસાદ પણ કંઈ બગાડી ન શક્યો અને ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા. પ્રતિ મણ 8,200 રૂપિયા સુધી જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ ખૂબ વધુ ભાવ ખેડૂતોને જીરાના મળ્યા છે. કમોસમી વરસાદના કારણે જીરાના પાકને આ વખતે વધુ નુકસાન થયું છે.

રાજકોટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા તેમણે જણાવ્યું હતું કે આજે ભાવ છે એ ઐતિહાસિક ભાવ છે. આટલા સારા ભાવ મળવા પાછળના અલગ અલગ કારણો પણ છે. જેમાંથી સૌથી મહત્વનું કારણ એ છે કે આ વખતે જીરાનું ઉત્પાદન ઓછું જ રહ્યું છે. ત્યારે ગયા વર્ષનું જે જીરું છે તેમની માર્કેટ જોઈને ખેડૂતો અત્યારે સારા ભાવ સાથે જીરાનો પાક વેચી રહ્યા છે.

અન્ય એક કારણ એવું પણ માનવામાં આવે છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. રાજકોટ પંથકમાં ઉત્પાદન થતું જીરુ એ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ગુણવત્તાવાળું હોવાનું પણ મનાય છે. ત્યારે સારી ગુણવત્તાવાળા જીરાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખૂબ સારા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-
Share This Article