ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા સમયે જો નિયમ તોડ્યા તો આવી બન્યું સમજો, રાજકોટ પોલીસે જુઓ શું કર્યું

Share this story

Instagram reels see what Rajkot

  • રિલ્સ બનાવવા નિયમો તોડવા પડી શકે ભારે, BRTS રૂટ પર વાહન ચલાવી વીડિયો પોસ્ટ કરતા કાર્યવાહી
રાજકોટમાં (Rajkot) બીઆરટીએસ રુટમાં બસની ઝડપ જળવાઇ રહે તે માટે કોરિડોરમાં એમ્બ્યુલન્સ (Ambulance in the corridor) અને પોલીસનાં વાહન સિવાય બીજા કોઇ પણ ખાનગી વાહન ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો. તે બાદ એસ ટી બસ જેવી જાહેર સેવાઓને આ રુટમાં હંકારવાની પરમીશન આપવામાં આવી છે જ્યારે ખાનગી વાહન ચાલકો (Private motorists) માટે આ રુટનો વપરાશ કરવો તદ્દન નિયમ વિરુધ્ધ છે.
ઈસમે BRTS રૂટ પર કાર દોડાવી :
ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવાના ચક્કરમાં રાજકોટમાં BRTS રૂટમાં નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. ત્યારે ત્યારે હવે નિયમોને તોડનારા લોકો ચેતી જજો, BRTS રૂટ પર વાહન ચલાવી વીડિયો પોસ્ટ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. 15મે ના રોજ રોકી સ્ટાર નામના ઇન્સ્ટા આઈડી પર BRTS રૂટમાં કાર હંકારી વીડિયો બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો હતો જે વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને વીડિયો મૂકનારની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે.સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક ઈસમો નિયમો નેવે મૂકતાં હોય છે.