Thursday, Mar 20, 2025

ઘરવાપસી નથી કરી રહ્યો, હું તો ઘરમાં જ હતો, બસ પપ્પા પાસે ચોકલેટ માંગીએ તેમ હું ઝઘડ્યો હતો : ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ

2 Min Read

Hardik Patel after joining BJP

  • હાર્દિકે ભાજપમાં જોડાય બાદ કહ્યું કે, ‘હું ઘરવાપસી નથી કરી રહ્યો, હું તો ઘરમાં જ હતો, બસ પપ્પા પાસે ચોકલેટ માંગીએ તેમ હું ઝઘડ્યો હતો.

પાટીદાર યુવા નેતા (Patidar youth leader) હાર્દિક પટેલે (Hardik Patel) આજે C.R. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે હાર્દિક પટેલે જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ (Press conference) દ્વારા મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘હું આજે ભાજપમાં જોડાયો છું ત્યારે 2015માં સમાજના હિતની ભાવના સાથે કામની શરૂઆત કરીશ.

જ્યારે રાષ્ટ્રના હિતનું કામ હોય ત્યારે રાજા જ નહીં સૈનિકની પણ જરૂર છે, એટલે હું આજે એક સૈનિકની ભૂમિકામાં જોડાઉ છું ત્યારે હું રાષ્ટ્રના હિત માટે ભાજપમાં જોડાયો છું. ગુજરાતના અસંખ્ય લોકો રાષ્ટ્રહિત માટે કામ કરવા તત્પર છે. મે અનેક વાર કોંગ્રેસમાં જનહિત માટે ચર્ચા કરી છે પરંતુ કોંગ્રેસે કોઈ જ કાર્ય કર્યું નથી. હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ, રાજ્યમાં એક નાના કાર્યકરના રૂપમાં કામ કરીશ.’

આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું પણ આંદોલન પૂર્ણ પણ સરકારે જ કર્યું : હાર્દિક પટેલ

આગામી 2 મહિનામાં શહીદ પાટીદાર યુવા નેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા અને માંગણી છે તે પૂરી કરીશું. હાર્દિકે કહ્યું કે, ‘ભાજપે જે ગુજરાત માટે, જનતા માટે અને દેશ માટે જે કામ કરવાનો પ્રયાસ કર્યો છે તેની અંદર માત્ર હાર્દિક પટેલ જ નહીં પરંતુ ગુજરાતના કરોડો લોકો તેમાં સહયોગ આપવા તત્પર છે.’

Hardik Patel after joining BJP
Share This Article