HomeNationalકોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનની છત ધરાશાયી, 5 લોકોના મોત, અનેક મજૂરો દટાયા

કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનની છત ધરાશાયી, 5 લોકોના મોત, અનેક મજૂરો દટાયા

Date:

Related stories

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તારાતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રેસ બ્રિજ નજીક ટ્રાન્સપોર્ટ ડિપો રોડ પર આવેલી એક નિર્માણાધીન ગોડાઉનની છત અચાનક ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર 5 લોકોના મોત અને 50થી 55 મજૂરો દટાયા હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ બપોરે લગભગ 12 વાગ્યે ગોડાઉનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક છતનો મોટો ભાગ તૂટી પડતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

અનેક મજૂરો દટાયા હોવાની આશંકા
રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાર લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ કેટલાક મજૂરો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.

ભારે કાટમાળને કારણે મુશ્કેલી
ભારે કાટમાળને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બચાવ દળો મશીનો અને ખાસ સાધનોની મદદથી કાટમાળ હટાવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે છત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Subscribe

Latest stories