રાજીનામું આપી વિધાનસભા ભંગ કરી શકે છે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતના ટ્વિટથી રાજકારણમાં ભૂકંપ

Share this story

Uddhav Thackeray resignation

  • મહારાષ્ટ્રના શિવસેના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા

મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેનામાં (Shiv Sena) બળવાને લઈને મોટી ઊથલપાથલ મચી ગઈ છે ત્યારે ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને (Eknath Shinde) માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.

સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગે બોલાવી ધારાસભ્યો અને સાંસદોની બેઠક :

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર  ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને સાંજે 5 વાગે   નિવાસે યોજાનારી બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે આ બેઠકમાં રાજકીય સંકટને લઈને બેઠકમાં થશે ચર્ચા

મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક મળશે : કમલનાથ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે   કોંગ્રેસ નેતા કમલનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કમલનાથે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક મળશે. કોંગ્રેસના
તમામ ધારાસભ્યો અમારી સાથે જ છે. અમારા એક પણ ધારાસભ્ય બહાર નથી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે કમલાનાથને પ્રર્યવેક્ષક બનાવ્યા છે.

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ :

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પોલીટીકલ હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે આદિત્ય ઠાકરેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી મંત્રી શબ્દ હટાવ્યો ઉલ્લેખનીય છે કે,આજે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો-સાંસદોની સાંજે 5 વાગ્યે બેઠક બોલાવી

ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ :

બીજી તરફ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે   ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ છે. જેમાં ભૂપેન્દ્ર યાદવ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે બેઠકમાં થશે ચર્ચા