ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત ઓગસ્ટ માસમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલા નકલી આરસીબુક બનાવવાના મસમોટા કૌભાંડમાં વધુ બે આરટીઓ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક આરોપી અગાઉ અડાજણ પોલીસ મથકમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે અનેક આરોપી અગાઉ પકડાયેલા આરોપીનો સગો ભાઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5000 પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત ઓગસ્ટમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલી સર્જન વાટિકા સોસાયટીમાંથી નકલી આરસીબુક બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે અહીંથી 370 જેટલી આરસી બુક, કોમ્પ્યુટર, સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિત 92 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તે સમયે આરોપી અંકિત નરેશ વઘાસિયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલ, સવજી મોહનભાઈ ડાભી, અશોક ઉર્ફે બાલો ગોરધન કાછડીયા, સતીશ એલૈયાની ધરપકડ કરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી નિમેષ ગાંધી વિરુદ્ધ વર્ષ 2022માં અડાજણ પોલીસ મથકમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે વર્ષ 2020માં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે. આરોપી નિમેષ ગાંધી છેલ્લા ચાર વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. આરોપી અગાઉથી જ અંકિત વઘાસિયાના સંપર્કમાં હતો. આરોપી પોતાની પાસે આવતા કામમાંથી જૂની આરસીબુક કાઢી આરોપી અંકિત વઘાસિયાને આપતો હતો. જે બાદ અંકિત વઘાસિયા પાસે નકલી આરસીબુક બનાવતો હતો. જેમાં ટુ વ્હીલરની નકલી આરસીનું બનાવવા પેટે 1500 અને ફોર વ્હીલની નકલી આરસી બુક બનાવવાના 3000 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા.
ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલો આરોપી હેમંત પટેલ અગાઉ ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર પટેલનો ભાઈ છે. જે છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. જે આરોપી પણ અગાઉથી જ અંકિત વઘાસિયાના સંપર્કમાં હતો. આ આરોપી ગ્રાહકોને જલ્દી આરસી બુક મળી જાય તેવી લાલચે અંકિત વઘાસિયા પાસે નકલી આરસીબુક બનાવતો હતો. જેમાં આરોપી પણ ગ્રાહકો પાસેથી નકલી આરસી બુક બનાવી આપવાના નામે ₹1,500 વસૂલ કરતો હતો.
આ પણ વાંચો :-