HomeNationalટીવી એક્ટ્રેસ હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર

ટીવી એક્ટ્રેસ હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ હિના ખાને આજે શુક્રવારે પોતાની તબિયત વિશે એક એવો ખુલાસો કર્યો છે, જેનાથી તેમના ફેન્સ ચોંકી ગયા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, અભિનેત્રીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હવે અભિનેત્રીએ તેની તબિયત અંગે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, તે બ્રેસ્ટ (સ્તન) કેન્સર સામે લડી રહી છે. અભિનેત્રીએ પુષ્ટિ કરી કે, તેણીને તાજેતરમાં જાણવા મળ્યું છે કે તેણીને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર થયું છે.

હિના ખાન પ્રેમ કુંડલી | હિના ખાન વિવાહ કુંડલી hina khan, actressહિના ખાનની આ પોસ્ટ પછી, અભિનેત્રીના ચાહકો અને મિત્રો તેના કોમેન્ટ બોક્સમાં આ માહિતી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેત્રીએ પોતાના વિશે શેર કરેલી આ માહિતીએ તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. ઘણા યુઝર્સે હિના ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા હિના ખાને લખ્યું કે, ‘તમને બધાને નમસ્કાર, તાજેતરની તમામ અફવાઓને ધ્યાન રાખીને હું તમામ હિનાહોલિકો અને જેઓ મને પ્રેમ કરે છે તેમજ કાળજી રાખે છે, તે બધા લોકો સાથે શેર કરવા માંગુ છું. મને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર થયું છે. આ પડકારજનક સ્થિતિ હોવા છતાં, હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે, હું સારું કરી રહી છું. હું આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત, સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને હું આમાંથી વધુ મજબૂત બનવા માટે દરેક જરૂરી પગલાં ભરવા માટે તૈયાર છું.

હિના ખાનની આ પોસ્ટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે અને અભિનેત્રી મજબૂત રહે અને તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી છે. જય ભાનુશાલી, હેલી શાહ, આશકા ગોરાડિયા, સાયંતની ઘોષ, રોહન મહેરા, અંકિતા લોખંડે, અદા ખાન, આમિર અલી અને ગૌહર ખાન સહિત ઘણા સેલેબ્સે હિના ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે અને અભિનેત્રીને હિંમત આપી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories