Saturday, Sep 13, 2025

2000 Rupee Note : ૨૦૦૦ની નોટ બદલવાનો આજે છે અંતિમ દિવસ, જાણો આવતીકાલથી શું થશે

2 Min Read
  • જો તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો બાકી છે. તો તમારી પાસે તેને બદલવા માટે ગણતરીના કલાકો બાકી છે. આ નિર્ણયને મિની ડિમોનેટાઈઝેશન પણ કહેવામાં આવી રહ્યું છે.

૨૦૦૦ રૂપિયાની નોટો બજારમાંથી ગાયબ થવાની શું અસર થશે તે જાણવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે તેની શા માટે જરૂર હતી. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીના સમયે જ્યારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો અચાનક બંધ કરવામાં આવી હતી. ત્યારે બંધ થયેલી બંને નોટોએ કુલ રોકડ પરિભ્રમણમાં ૮૬ ટકા યોગદાન આપ્યું હતું.

આનો અર્થ એ થયો કે એક જ વારમાં બજારમાંથી રોકડ લગભગ જતી રહી હતી. ડિમોનેટાઈઝેશનથી સર્જાયેલી ખાલીપોને શક્ય તેટલી વહેલી તકે નવી નોટોથી ભરવાની જરૂર હતી. જેથી અર્થતંત્ર પર ઓછામાં ઓછી અસર પડે. આ કામ નાની નોટો કરતાં મોટી નોટો વડે વધુ સરળતાથી કરી શકાયું હોત. જેના કારણે ૨૦૦૦ રૂપિયાની નોટની જરૂરિયાત ઉભી થઈ.

આ વર્ષે ૧૯ મેના રોજ આરબીઆઈએ ૨૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ નોટોને બેંકની શાખાઓમાં જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો બદલાવવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

આરબીઆઈએ લોકોને છેલ્લી તારીખ પહેલા તેમના ખાતામાં રૂ.૨૦૦૦ની નોટ જમા કરવા અથવા બદલવાની વિનંતી કરી હતી. હવે બેંકની શાખાઓમાં ૨૦૦૦ રૂપિયાની ખૂબ જ ઓછી સંખ્યામાં નોટો આવી રહી છે.

હાલના સંકેત જોતા આરબીઆઈ નોટ જમા કરાવવાની ડેડલાઈન વધારે તેવી કોઈ શક્યતા નથી. તેથી આવતીકાલથી નોટ રદ્દી બની જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

 

Share This Article