Saturday, Sep 13, 2025

‘ટાઈગર Vs પઠાણ’ ફિલ્મની થઈ જાહેરાત, મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે શાહરુખ અને સલમાન

2 Min Read

‘Tiger Vs Pathan’  

  • શાહરૂખ ખાન અને સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર Vs પઠાણ’ ની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થવાનું છે.

બોલિવૂડમાં આ વર્ષે કિંગ શાહરૂખ ખાનનું (Shah Rukh Khan) રાજ ચાલી રહ્યું છે. ફિલ્મ ‘પઠાણ‘માં (Pathan) શાહરૂખ અને સલમાન ખાનની (Salman Khan) જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મમાં જોવા મળ્યું હતું કે બંને દુશ્મનો સામે એકસાથે લડ્યા હતા અને એ ફાઈટ સીન લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. પણ હવે ટાઈગર (Tiger) અને પઠાણની જોડી તૂટી ગઈ છે અને બંને મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે.

જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર Vs પઠાણ‘ ની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પોતાના ટવિટર એકાઉન્ટ પરથી પોસ્ટર શેર કરીને ‘ટાઈગર Vs પઠાણ’ની જાહેરાત કરી છે. તરણ આદર્શે પોતાના ટવિટમાં લખ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થવાનું છે.

સલમાન ખાન અને શાહરૂખ ખાનની આ ફિલ્મનું નિર્દેશન શાહરૂખની ફિલ્મ ‘પઠાણ‘ કરનાર સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવશે. યશ રાજ ફિલ્મ્સની ટાઈગર Vs પઠાણને જોવા માટે ચાહકો ઘણા આતુર છે.

પણ વાંચો :-

 

 

Share This Article