Thursday, Oct 23, 2025

સલમાન ખાનને ‘રોકી ભાઈ’ના નામે ધમકી, ખુલ્લેઆમ કોલરે ફોન પર જણાવી દીધી તારીખ

2 Min Read

Salman Khan 

  • સલમાન ખાનને ફરી એકવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોમવારે રાત્રે 9 વાગ્યે આ ધમકીભર્યો ફોન આવ્યો હતો.

બોલિવુડના ભાઈજાનને (Bhaijan) ફરી એકવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે રાત્રે એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને સલમાન ખાનને (Salman Khan) મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનાર વ્યક્તિએ રોકી ભાઈ તરીકેની ઓળખ આપી છે.

ધમકી મળ્યા પછી મુંબઈ (Mumbai) પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ધમકી આપનાર વ્યક્તિ રોકી ભાઈએ પોલીસને જણાવ્યું કે તે જોધપુરમાં રહે છે અને ગૌરક્ષક છે. સોમવારે રાત્રે 9 વાગ્યે આ ધમકીભર્યો ફોન આવ્યો હતો.

આરોપીની ઓળખ :

મુંબઈ પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યું કે, આરોપી યુવક કોણ છે તે જાણ થઈ ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિ રાજસ્થાનનો રહેવાસી છે અને તે સગીર હોઈ શકે છે. તેનું નામ, એડ્રેસ અને નંબર મળી ગયો છે. તેના આધાર પર પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે, આરોપી સગીર હોઈ શકે છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારબાદ FIR કરીને પૂછપરછ કરવામાં આવશે.

સલમાન ખાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત :

સલમાન ખાન આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન છેલ્લા ઘણા સમયથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે બહાર જઈ રહ્યા છે. અગાઉ ફિલ્મફેર પ્રેસ કોન્ફરન્સમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article