ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેદવારો છેલ્લા ચાર દિવસથી ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે પોલીસે આયોગની બહારથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને બળપૂર્વક હટાવવાનું શરૂ કર્યું છે. અત્યારે વિરોધ સ્થળ પર પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે સંઘર્ષ ચાલુ છે. પોલીસ ઘણા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આમાં વિદ્યાર્થી નેતા આશુતોષ પાંડેનો પણ સમાવેશ થાય છે.
આ વિદ્યાર્થીઓએ પોલીસની બેરિકેડિંગને તોડતાં અંદર ઘૂસવાના પ્રયાસ કર્યા હતા. આ દેખાવો દરમ્યાન પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિસ લગાવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ એને તોડતાં પંચની મુખ્ય ઓફિસ સુધી પહોંચી ગયા હતા. ચોથા દિવસની સવારે વિદ્યાર્થીઓ પંચની બહાર વિવિધ માગોને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ દેખોવામાં વિદ્યાર્થીઓએ પંચની ઓફિસની બહાર પૂરી રાત વિવિધ માગ મૂકી રહ્યા હતા. પોલીસ અને વિદ્યાર્થીઓની વચ્ચે ઘર્ષણની સ્થિતિ ત્યારે બની, જ્યારે પોલીસે કેટલાક દેખાવકારોને જબરદસ્તી હટાવવાના પ્રયાસ કર્યા હતા, જેનાથી અફરાતફરી મચી હતી.
એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓ કેટલાક વિદ્યાર્થીઓને જબરદસ્તી પકડીને લઈ ગયા હતા. આ પહેલાં પોલીસે 11 વિદ્યાર્થીઓને અટકાયતમાં લીધા હતા. તેઓ બધા કોચિંગની લાઇબ્રેરીને જબરદસ્તી બંધ કરાવી રહ્યા હતા. એક તરફ પોલીસ પગલાં લઈ રહી હતી, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણાં કરી રહ્યા હતા. પોલીસે બધા 11 લોકોને શાંતિ ભંગની ધારાઓમાં ચલણ ભરી રહી હતી. વિદ્યાર્થીઓને ACP કોર્ટમાંથી જામીન પર છૂટા કરવામાં આવશે.
પ્રયાગરાજ ડીએમ રવિન્દ્ર કુમાર, પોલીસ કમિશનર તરુણ ગાબા અને કમિશન સેક્રેટરી અશોક કુમાર અને અન્ય કેટલાક અધિકારીઓ ગઈકાલે રાત્રે પબ્લિક સર્વિસ કમિશનના ગેટ નંબર બે પર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા પહોંચ્યા હતા. ડીએમએ લગભગ અડધા કલાક સુધી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓ માન્યા ન હતા.
આ પણ વાંચો :-