ભારતના ચંદ્ર મિશન એવા ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી, જેથી તેને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન દ્વારા પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જેને પગલે ચંદ્રયાન-3એ એક ગ્લોબલ સ્પેસ એવોર્ડ જીત્યો છે. આ સિદ્ધિ ભારતને યુ.એસ., રશિયા અને ચીન સહિતના રાષ્ટ્રોના ચુનંદા ગ્રુપમાં સ્થાન આપે છે, જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.
23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના એક વર્ષ પછી ઈટાલીના મિલાનમાં 75મી ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસના ઉદઘાટન સમારોહ દરમિયાન 14 ઓક્ટોબરે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશને આ મિશનની પ્રશંસા કરી હતી અને ગુરુવારે કહ્યું હતું કે, ઇસરોનું ચંદ્રયાન-3 મિશનએ વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને ખર્ચ પ્રમાણે અસરકારક એન્જિનિયરિંગના સમન્વયનું ઉદાહરણ છે. આ શ્રેષ્ઠતાએ ભારતની પ્રતિબદ્ધતા અને અવકાશ સંશોધન દ્વારા માનવતાને ઓફર કરેલી પ્રચંડ સંભાવનાનું પ્રતીક છે. આ મિશનએ નનવીનતામાં વૈશ્વિક સીમાચિહ્નરૂપ છે, જે ચંદ્રની રચના અને ભૂસ્તરશાસ્ત્રના અગાઉના અદ્રશ્ય પાસાઓને ઝડપથી પ્રગટ કરે છે.
ચંદ્રયાન-3ની ઘણી સિદ્ધિઓમાંની એક ભારતના અવકાશ અને પરમાણુ ક્ષેત્રોનું સફળ સંકલન હતું. જેમાં, મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ પરમાણુ તકનીક દ્વારા સંચાલિત હતું. ચંદ્રયાન-3ના લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-