Friday, Oct 24, 2025

શહીદની ચિતા પર સૂઈ ગઈ પત્ની, કહ્યું મને પણ સાથે લેતા જાઓ… દ્રશ્ય જોઈ ગામ આખું હિબકે ચડ્યું

3 Min Read

The wife slept  

  • દંતેવાડા જિલ્લાના જુદા જુદા ભાગોમાં બુધવારના નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી – માઓવાદીએ (Maoist) 27 એપ્રિલના રોજ એક નિવેદન જારી કરીને કહ્યું કે છત્તીસગઢના અરનપુરમાં નક્સલી હુમલા પાછળ તેનો હાથ હતો. સીપીઆઈ-માઓવાદીના દરભા વિભાગે તેના પત્રમાં આ હુમલાને ‘વીરતાપૂર્ણ’ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે તેને છત્તીસગઢના (Chhattisgarh) આદિવાસી નાગરિકો પર સરકાર અને સુરક્ષા દળોના અત્યાચારનો બદલો ગણાવ્યો હતો.

પરંતુ જ્યારે સીપીઆઈ-માઓવાદી આ નિવેદન લખી રહ્યા હતા ત્યારે દંતેવાડા જિલ્લાના જુદા જુદા ભાગોમાં બુધવારના નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

શહીદ પતિની ચિતા પર સુઈ ગઈ પત્ની :

આ તસવીરમાં એક મહિલા ચિતાના લાકડા પર સુતેલી જોવા મળે છે. એક પત્રકાર અવિનાશ પ્રસાદે ટવિટર પર આ તસવીર શેર કરી અને જણાવ્યું કે આ મહિલા હુમલામાં શહીદ થયેલા DRG જવાન લખમુ રામ મરકામની પત્ની છે. અવિનાશે લખ્યું કે લખમુ મરકામની પત્નીમાં તેના પતિના મૃતદેહને સળગતી જોવાની હિંમત ન હતી. તેથી તે પોતે તેની સામે ચિતા પર સૂઈ ગઈ જેથી તેના પતિના મૃતદેહને તેના પર ન મૂકાય.

આ કરુણ તસ્વીર દંતેવાડા જીલ્લાના કસોલી ગામની છે. નક્સલી હુમલામાં શહીદ થયેલા લખમુ મરકામની પત્ની ચિતાના લાકડા પર સુઈ ગઈ છે.તેનામાં પતિની લાશને સળગતી જોવાની હિંમત નથી. અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો અમર જવાનના નારા લગાવે છે.

બાદમાં અવિનાશે તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો :

શહીદ લખમુ રામ મડકમી છત્તીસગઢના બીજાપુરના રહેવાસી હતા. તેમનું ઘર થાણા તહસીલ ભૈરમગઢ સ્થિત નિરમ ગામમાં છે. 5 જૂન, 1984ના રોજ જન્મેલા લખમુ રામ 29 જાન્યુઆરી, 2016ના રોજ ડીઆરજીમાં જોડાયા હતા. છેલ્લા સાડા છ વર્ષથી તે નક્સલ વિરોધી અભિયાનમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. 26 એપ્રિલ, 2023 ના રોજ નક્સલી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. લખમુ રામ 39 વર્ષના હતા.

તેના અંતિમ સંસ્કાર કયા ગામમાં થયા તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. વાયરલ ટવીટમાં જણાવવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર દંતેવાડાના કસોલી ગામમાં થયા હતા. જો કે જે શબપેટીમાં તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. તેમાં લખમુના નિરમ ગામનો ઉલ્લેખ છે. સેંકડો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. જેમણે પરંપરા અનુસાર જવાનના અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article