સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો. યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં. જો કે, બનાવના બીજા દિવસે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ડિંડોલી બ્રિજ સહિતનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દઈને રિક્ષામાં તોડફોડ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમજણ અને બળપૂર્વક કામગીરી હાથ ધરી હતી.
ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે (૧) આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉવ.૨૧ (૨) અભિષેક ઉર્ફે કાલીયા અખિલેશ પાઠક ઉવ.૧૮ (૩) મુકેશ ભનુભાઇ મેર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી.
વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઇ સોનીની હત્યાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. બ્રિજ બંધ કરી વિરોધ દર્શાવાયો હતો. બે રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સામાન્ય જનતાને તથા હોસ્પિટલના લોકોને હેરાનગતિ ન થાય તે માટે સમજણપૂર્વક પ્રયાસ કરાયો હતો. ઘણા લોકો તેમને મીસગાઈડ કરતાં હતાં. જેથી મીનીમમ ફોર્સનો ઉપયોગ કરીને લોકોને દૂર ભગાડાયા હતાં. હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે. અમે પરિવારની સાથે છીએ. તે લોકો જે પૂરાવા આપે તેના આધારે કાર્યવાહી કરવા ખાતરી અપાય છે.
આ પણ વાંચો :-