Sunday, Nov 2, 2025

GETCO દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવા બાદ ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

2 Min Read

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવાનો મુદ્દો ફરી ગરમાયો છે. 48 કલાકનો સમય પૂર્ણ થવા છતાં ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકો (GETCO)ની ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ જેટકો (GETCO)ના એમ.ડી ગેરહાજર હોવાથી ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર એચ.આર. જે.ટી રાયને કરી હતી. ઉમેદવારની રજૂઆત પર ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે,’ જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે.’ જે બાદ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે પરિવાર સાથે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનના ઉમેદવારોએ વડોદરા GETCO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા પર બેસી કર્યા દેખાવો કર્યા હતા. આ પરીક્ષા પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા ૦૬/૦૩/૨૦૨૩ થી ૧૩/૦૩/૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ યોજાઇ હતી. જેમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટમાં ૫૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તીર્ણ થયેલા ૧૨૨૪ ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણુંક પત્રો રોકી રાખ્યા હતા.

આ બેઠક પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે કહ્યું હતું કે, જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર વળગી રહ્યા છે.જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો. અમે કહ્યું હતું કે ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરીથી નહીં આપે.જેથી યોગ્ય નિર્ણય લેવા જેટકોના અધિકારીઓએ અમારી પાસે ૪૮ કલાકનો સમય માંગ્યો છે.એ પછી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે. જેથી ઉમેદવારોએ ૪૮ કલાસ માટે આંદોલન સમેટી લીધું હતું.

તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ ૬ માર્ચ ૨૦૨૩થી ૧૩ માર્ચ ૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ યોજાઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article