Saturday, Sep 13, 2025

વીમો લેવાનો છે કહી ઈન્સ્યોરન્સ એજન્ટને યુવતીએ બોલાવ્યો ફ્લેટમાં બાદમાં..

2 Min Read
  • સુરતમાં ઈન્સ્યોરન્સ એજન્ટને હની ટ્રેપમાં ફસાવાયો, વીમો લેવાનું કહી એજન્ટને ઘરે બોલાવી યુવતીએ ઘરનો દરવાજો બંધ કર્યો..

હનીટ્રેપનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈન્સ્યોરન્સ એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો છે. જેમાં એક યુવતીએ વીમો લેવાનો છે એવું કહીને એજન્ટને ફ્લેટમાં બોલાવ્યો અને ફ્લેટનો દરવાજો બંધ કરી એજન્ટને હનીટ્રેપમાં ફસાવી રૂ.૪૨ હજાર પડાવી લીધા. યુવકે ૬ શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસે યુવકની ફરિયાદના આધારે ૨ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા એલઆઈસી એજન્ટ રાહુલ (નામ બદલ્યું છે)ને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટે બોલાવ્યો હતો. જેથી રાહુલ દિલીપભાઈના ફ્લેટે પહોંચ્યો હતો. જે બાદ એક યુવતી રાહુલ પાસે આવી હતી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.

માર મારી પૈસા પડાવ્યા :

જો કે રાહુલ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે ઈનકાર કરતા ફરી માર માર્યો હતો. જે બાદ આખરે ૭૫,૦૦૦ રૂપિયામાં પતાવટ કરાઈ હતી. જેમાંથી રૂ. ૨૫૦૦૦ રાહુલને નજીકના ATMમાં લઈ જઈ કઢાવ્યા હતા અને રાહુલના ઘરેથી ૧૭૦૦૦ રૂપિયાથી વધુ પડાવ્યા હતા. જ્યારે બાકીના પૈસા પછી આપવાનું નક્કી થયું હતું. જે બાદ આ તમામે રાહુલને ખોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.

યુવકે ૬ શખ્સો સામે નોંધાવી ફરિયાદ :

આ દરમિયાન રાહુલને આ તમામ સામે શંકા જતા તેણે મિત્રને બોલાવ્યો હતો. અન્ય લોકો આવી રહ્યાની જાણ થતા હનીટ્રેપ કરનાર ટોળકી નાસી છૂટી હતી. જે બાદ રાહુલ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેણે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article