- વડોદરા શહેરમાં ગત મોડી રાતે નશામાં ચૂર થઈને એક યુવતી કાર લઈને નીકળી હતી. યુવતીએ અકસ્માત કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
વડોદરા શહેરમાં ગત મોડી રાતે નશામાં ચૂર થઈને એક યુવતી કાર લઈને નીકળી હતી. યુવતીએ અકસ્માત કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.પોલીસ આવી જતા યુવતીએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. છેવટે પોલીસે જરૂરી બળ વાપરી યુવતીને પોલીસ વાનમાં બેસાડી ગોત્રી પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી.
ગત મોડીરાતે બે વાગ્યાના અરસામાં ગોત્રી ગોકુળ નગર પાસે એક કાર ચાલક યુવતીએ અન્ય એક કારના ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેથી કારમાં બેસેલા વ્યક્તિઓએ યુવતીને કાર ધીરેથી ચલાવવાનું કહેતા યુવતી એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે કારમાં બેસેલા વ્યક્તિઓ સાથે ઝઘડો કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. જેના પગલે અન્ય લોકો પણ સ્થળ પર ભેગા થઈ ગયા હતા. યુવતી તે લોકોને પણ ગાળો બોલતી હતી.
યુવતીના વર્તનથી ડઘાઈને પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. છેવટે પોલીસે જરૃરી બળ વાપરીને નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડી હતી. યુવતીએ દારૂનો નશો કર્યો હોવાથી પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરી ૪૧ વર્ષની મોના ચંદ્રકાંતભાઈ હિંગુ ( રહે. ચંદ્રકાંતલોક, હનુમાન પોળ, બાજવાડા)ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-
- મેચ બાદ રિંકુ સિંહને ન આવડયું અંગ્રેજી, બુમરાહે આ રીતે મદદ કરી જીત્યા લોકોના દિલ
- વીમો લેવાનો છે કહી ઈન્સ્યોરન્સ એજન્ટને યુવતીએ બોલાવ્યો ફ્લેટમાં બાદમાં..