Sunday, Sep 14, 2025

Thar ખરીદવાનું સપનું થશે પૂર્ણ ! કિંમત ઘટાડવા માટે મહિન્દ્રાએ બનાવ્યો આ પ્લાન, થશે મોટો બદલાવ

3 Min Read

The dream of buying Thar will be fulfilled

  • જો અહેવાલોનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે. થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે.

મહિન્દ્રા થારનો (Mahindra Thar) ઉલ્લેખ થતાં જ દરેક લોકોણઆ મગજમાં એક દમદાર ઓફ-રોડરની છબી  આવી જાય છે. પાવરફુલ એન્જિન (Powerful engine) અને ખાસ સ્ટાઈલના કારણે આ SUV યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે સુવિધાઓ અને લાભો હોવા છતાં આ SUV તેની ઊંચી કિંમત અને ઓછી સિટિંગ કેપીસીટીને હજુ પણ કારણે ઘણા ખરીદદારોની બકેટ લિસ્ટની બહાર છે.

પણ એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યું છે કે તેનું સસ્તું વર્જન પણ ટૂંક સમયમાં બજારમાં આવવાની અપેક્ષા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે. થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર મહિન્દ્રા થારને ટૂંક સમયમાં નવી પાવરટ્રેન તરીકે રજૂ કરવામાં આવશે.  આ SUVને નવા 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે રજૂ કરવાની તૈયારી થઈ રહી છે જે હાલના 2.2-લિટર (ડીઝલ) અને 2.0-લિટર (પેટ્રોલ) સાથે વહેંચવામાં આવશે. આ નવા એન્જિનને જ ઉમેરતાની સાથે જ આ SUV નવા ટેક્સ બ્રેકેટમાં સરળતાથી ફિટ થઈ જશે કારણ કે તે પહેલાથી જ અંડર ફોર મીટર સેગમેન્ટમાં આવે છે. આ SUVની લંબાઈ માત્ર 3,985 mm છે.

કેવું હશે મહિન્દ્રા થારનું નવું સસ્તું વેરિઅન્ટ :

જણાવી દઈએ કે આ એન્ટ્રી-લેવલ વેરિઅન્ટમાં કંપની 1.5-લિટર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 117hpનો પાવર જનરેટ કરે છે. જો કે કંપનીએ Marazzo માં પણ આ જ એન્જિનનો ઉપયોગ કર્યો હતો. આ એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે અને એવું બની શકે કે તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન શામેલ ન પણ કરવામાં આવે. જે આ વેરિઅન્ટની કિંમતને ન્યૂનતમ રાખવામાં મદદ કરશે.

શું હશે કિંમત અને ક્યારે થશે લોન્ચ?

રિપોર્ટ્સ અનુસાર કંપની આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં નવી સસ્તી મહિન્દ્રા થાર રજૂ કરી શકે છે. જો કે લોન્ચ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક્સપર્ટસનું માનવું છે કે નવા થારના વર્તમાન મોડલ કરતાં તેની કિંમત ઘણી ઓછી હશે. વર્તમાન મોડલની કિંમત 13.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટુનવા વર્ઝનને 10 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article