Sunday, Jul 20, 2025

વડોદરામાં એક જ દિવસમાં બીજી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂં

2 Min Read

વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઈ-મેલ મળતા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં 13 ધમકીભર્યા ઇ-મેલ મોકલવા બદલ ચેન્નઈની IT એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરાઈ હતી, જોકે તેની ધરપકડ પછી પણ આ પ્રકારની ધમકીઓ ચાલુ રહી છે અને હવે મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સિગ્નસ સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી મળી છે.

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે, નવા ઇ-મેલનું કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ જેવું જ છે, પરંતુ આ વખતે ધમકી ‘મદ્રાસ ટાઇગર્સ’ તરફથી આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ- ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મેસેજમાં RDXથી આખી સ્કૂલ ઉડાવી દઈશુંની ધમકી મળી
આ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આ પ્રકારનો મેસેજ મળતાં જ તાત્કાલિક અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી રહી છે.

આ મેસેજમાં RDX મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું એવી ધમકી આપવામાં આવી છે. હાલમાં બોમ્બ-સ્ક્વોડ અને ડોગ્સ-સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને સેફલી ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહરેમાં છેલ્લા 12 દિવસમાં શહેરની ત્રણ અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યા છે.આ પહેલા શહેરની નવરચના સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યાના સતત બીજા દિવસે વડોદરાની વધુ એક રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Share This Article