દિલ્હીથી જમ્મુ સુધી ભયાનક ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ ૬.૪ની નોંધાઈ તીવ્રતા

Share this story

આજે દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૬.૨ની તીવ્રતા નોંધાઈ. આ ભૂકંપના આંચકા બપોરે ૨:૫૦ મિનિટ પર અનુભવાયા હતા.

એક્સપર્ટ દિલ્હી-એનસીઆરના ભૂકંપ અંગે પહેલેથી જ ચેતવણી આપી ચૂક્યા છે. જેમનું કહેવું છે કે દિલ્હી એનસીઆરમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. જો કે તે ક્યારે આવે તેની કોઈ પુષ્ટિ હજુ થઈ નથી. દિલ્હી-એનસીઆરની નીચે ૧૦૦થી વધુ લાંબી અને ઊંડી ફોલ્ટ્સ છે. જેમાંથી કેટલીક દિલ્હી-હરિદ્વાર રિજ, દિલ્હી-સરગોધા રિજ અને ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ પર છે. આ સાથે જ અનેક સક્રિય ફોલ્ટ્સ પણ તેનાથી જોડાયેલી છે.

નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર નોંધાયું છે. હાલમાં ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. દિલ્હી-NCR સહિત જમ્મુ-કાશ્મીરના પૂછ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો :-