Thursday, Nov 6, 2025

હજીરાના દરિયામાં ડીઝલ ચોરીનો માસ્ટર માઈન્ડ તેજસ પટેલ ઝડપાયો

2 Min Read

સુરત શહેરના હજીરામાં દરિયામાં ડીઝલ ચોરીના રેકેટનો ઝડપાયા. ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમે ગવિયર ગામે તાપી કિનારે રેડ કરી ૭ લાખની કિંમતનું ૯૦૦૦ લિટર ડિઝલના ૪૮ બેરેલો સાથે ૪ને પકડી પાડયા હતા. આ ગુનામાં ડિઝલનો વેપલો કરનાર સૂત્રધાર તેજસ લાલજી પટેલને બુધવારે વહેલી સવારે સીઆઇડી ક્રાઇમે દબોચી લીધો છે.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે ફરિયાદી બની ગુનો દાખલ કરી સૂત્રધાર તેજસ પટેલ સહિત ૫ લોકો ના ધરપકડ કરી છે. પાંચેય જણને આવતોકલે સીઆઇડી ક્રાઇમ કોરટમાં રજૂ કરી રિમાન્ડ ની માગણી કરશે. હાજિરના દરિયામાં જહાજમથી ડીઝલ ચોરી કરી જે બોટમાં લાવતા હતા તે બોટને પણ સીઆઇડી ક્રાઇમે કબજે કરવણીઓ પ્રોસેસ શરૂ કરી છે તેજસ પટેલ સાથે આ ડિઝલના વેપલમાં તેના બે ભાગીદાટી પણ સામેલ હોવાની સંભાવના છે.

આ જહાજ તેજસ પટેલ સવારે જય સેટિંગ કરી મધરાત્રે દરિયામાં ભરતી આવે ત્યારે મજૂરો સાથે બોટમાં જય બેરેલોમાં ડીઝલ ભરી લાવી વહેલી સવારે ઝીંગા તળાવવાળને સપ્લાઈ કરતો હતો. એટલુ જ નહિ તેજસ પટેલ ઝીંગા તળાવના માલિકે પાસેથી ડીઝલના રૂપિયા પણ એડવાન્સ લેતો હતો. તેજસની મોબાઇલની લોક ડિટેઇલ્સની તપસ કરાય તો હાજિરના દરિયામાં આવતા જહાજના સ્ટાફનું ડીઝલ ચોરીનું મસમોટું રેકેટ બહાર આવી શકે તેમ છે.

આ પણ વાંચો :-

Share This Article